ભુજ હવે દિલ્હી સાથે સીધી હવાઈસેવાથી જોડાયું

Wednesday 05th February 2025 04:56 EST
 
 

ભુજ: ઘણા સમયથી આતુરતાથી રાહ જોવાઈ રહેલી વિસ્તારા એરલાઇન્સની દિલ્હી-ભુજ ફ્લાઇટ શરૂ થતાં રવિવારે બપોરે પ્રથમ ફ્લાઇટ ભુજ એરપોર્ટ પર આવી પહોંચતાં ફ્લાઇટને વોટર કેનન સલામી અપાઈ હતી. ભુજ-દિલ્હી વિમાની સેવા સમયપત્રક મુજબ દિલ્હીથી બપોરે 3 વાગ્યે ઉપડી 4.30 વાગ્યે ભુજ પહોંચી હતી. પ્રથમ ઉડાન યાત્રિકોથી પૂરેપૂરી ભરેલી હતી. દિલ્હીની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવન-જાવન કરતા પ્રવાસીઓને ઇસ્ટ આફ્રિકા, સિંગાપોર સહિતનાં વિદેશી સ્થળોની ફ્લાઇટો કનેક્ટિવિટી માટે લાભકારી-સુલભ બની રહેશે. કચ્છી એનઆરઆઇ, કચ્છથી ઉત્તર ભારત, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર ફરવા જતા પ્રવાસીઓ માટે આ વિમાની સેવાથી અમદાવાદથી કચ્છનો ફેરો બચશે. દિલ્હી માટે ટ્રેન સહિત વધુ એક સુવિધાના ઉમેરાથી રણોત્સવ
સહિત પ્રવાસન, તહેવારો, લગ્નસરાની સિઝનમાં લોકોને ઉપયોગી બનશે.


comments powered by Disqus