મહેસાણા ડેરી કૌભાંડઃ વિપુલ ચૌધરી સહિત 3 આરોપી સામે ચાર્જ ફ્રેમ

Wednesday 05th February 2025 04:56 EST
 
 

અમદાવાદઃ મહેસાણાની દૂધસાગર ડેરીના રૂ. 14.80 કરોડના કૌભાંડમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સહિત 3 આરોપીઓ સામે સ્પેશિયલ એસીબી કોર્ટમાં ચાર્જફ્રેમ કરાયો છે. જેથી આ આરોપીઓ સામે આગામી દિવસોમાં કેસ ચાલવા પર આવશે. આ કેસમાં આરોપી મોઘજીભાઈ પટેલને હાઇકોર્ટનો સ્ટે હોવાથી તેમના પૂરતો ચાર્જફ્રેમ થઈ શક્યો નથી. સીઆઇડી ક્રાઇમે ચાર્જશીટમાં 2300 સાક્ષીઓ અને 25 હજાર દસ્તાવેજો રજૂ કર્યા હતા. ખાસ સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ અને વિજય બારોટે ડ્રાફટ ચાર્જ રજૂ કર્યો હતો, જેના પગલે ત્રણેય આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાયો છે.
સ્પેશિયલ એસીબી કોર્ટમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ માનસિંગભાઈ ચૌધરી, આશાબહેન મહિપાલસિંગ ઠાકોર, એન.જે. બક્ષી સામે ચાર્જફ્રેમ કરાયો છે. જેમાં તેમની સામે એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે, ડેરીનાં ચેરમેન આશાબહેન મહીપાલસિંહ ઠાકોર, વાઇસ ચેરમેન મોઘજીભાઈ ધનજીભાઈ પટેલ તથા એમડી એન.જે. બક્ષીએ કાવતરું કરી વિપુલ ચૌધરીને રૂ. 9 કરોડની ચુકવણીમાં મદદરૂપ થવાના આશયથી સંઘના કર્મચારીઓને અગાઉ પ્રતિવર્ષ એક પગાર બોનસ આપતા હતા.
બમણું બોનસ આપી નાણાંનું શેરોમાં રોકાણ કરાવ્યું
સંઘના પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે મેળાપીપણું કરી ગેરકાયદે કર્મચારીઓને વધારાનું બમણું બોનસ આપી એમડી બક્ષીએ કર્મચારીઓને દબાણ કરાવી તેમના એકાઉન્ટના સહીવાળા કોરા ચેક અંગત અધિકારી- કર્મચારીઓના બેન્ક ખાતામાં જમા કરાવ્યા હતા. જો કે ભાંડો ફૂટતાં કેટલાક કર્મચારીઓ અને અધિકારીના નામે જૈનમ ઇન્ડ્રસ્ટ્રીયલ પેટ્રો કંપનીના શેરોમાં રોકાણ કરાવ્યું હતું. વિપુલ ચૌધરીએ દૂધસાગર ડેરીના એકાઉન્ટમાં
રૂ. 9,00,10, 651.20 જમા કરાવ્યા હતા.


comments powered by Disqus