વાવઃ ભારત-પાકિસ્તાન બોર્ડર પાસેના વાવ શહેર નજીક છેલ્લા છ મહિનાથી બહારનાં રાજ્યોના લોકો મકાન ભાડે રાખી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હોવાની જાણ ભુજ સાઇબર સેલને થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું, જેમાં દરોડો પાડી 15 લોકોની ધરપકડ કરાઈ છે.
વાવથી 3થી 4 કિલોમીટર દૂર દીપાસરામાં અન્ય રાજ્યોના લોકોએ સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી કેટલાય સમયથી એક વૈભવી મકાન ભાડે રાખી ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચલાવતા હતા. આ બાબતની જાણ ભુજ સાઇબર સેલને થતાં સાઇબર સેલની ટીમે ગુરુવારે મધરાત્રે દરોડો પાડ્યો હતો. દરોડાની તપાસ શુક્રવારની મોડી સાંજ સુધી ચાલી હતી. આ કોલ સેન્ટરમાં કુલ 15 યુવક-યુવતી હોવાનું જાણવા મળ્યું હતું. આ તમામ
લોકો અન્ય રાજ્ય તથા નેપાળના હોવાનું પણ જાણવા મળ્યું હતું. સાઇબરની ટીમે મુદ્દામાલ કબજે કરી પૂછપરછ હાથ ધરી હતી.