ગાંધીનગરઃ પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રદર્શિત ગુજરાતના ટેબ્લોને પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતનો ટેબ્લો પોપ્યુલર ચોઇસમાં પ્રથમ સ્થાને આવી રહ્યો છે. આ વખતે “આનર્તપુરથી એકતાનગર સુધી- વિરાસતથી વિકાસના અદ્ભુત સંગમ'' થીમ આધારિત ટેબ્લોમાં વડનગરથી લઈને સ્ટેચ્યૂ ઓફ યુનિટી, સેમિકંડક્ટર સહિત ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વિકાસના રોચક પાસાંને આવરી લેવામાં આવ્યાં હતાં.
માહિતી-પ્રસારણ સચિવ અવંતિકા સિંહે એવોર્ડ સ્વીકાર્યો
નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિનના ટેબ્લોના એવોર્ડ અપાયા હતા. રાજ્ય સરકાર વતી વિજેતા ટ્રોફી અને પ્રશસ્તિપત્ર મુખ્યમંત્રી તેમજ માહિતી અને પ્રસારણ સચિવ અવંતિકા સિંહે સ્વીકાર્યા હતા. આ પ્રસંગે માહિતી નિયામક કે.એલ. બચાણી તેમજ સંયુક્ત નિયામક સંજય કચોટ પણ ઉપસ્થિત રહ્યા હતા.