અમદાવાદઃ સાપુતારા પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી બસ 60 ફૂટ ઊંડી ખીણમાં પડતાં 7 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે 15 વ્યક્તિ ઘાયલ થઈ હતી. મધ્યપ્રદેશથી શ્રદ્ધાળુ લક્ઝરી બસમાં યાત્રાએ નીકળ્યા હતા. સાપુતારાથી ઉનમાલેગાંવ ઘાટીથી પસાર થતી વખતે ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં આ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના શિવપુરીથી 4 લક્ઝરી બસ ધાર્મિક યાત્રાએ નીકળી હતી. આમાંથી એક બસ સોમવારે પરોઢિયે તીવ્ર વળાંક લેતી વખતે ખાઈમાં ખાબકી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બસ ચારેય તરફથી દબાઈ ગઈ હતી. બસમાં સવાર 15 શ્રદ્ધાળુની હાલત ગંભીર હોવાથી તેમને સુરત ખસેડાયા છે.