સંસ્થા સમાચાર તા. ૨૭-૮-૨૦૧૬

Tuesday 23rd August 2016 14:04 EDT
 

• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૨૮-૮-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર નેમાબેન અને ફતુભાઈ મૂલચંદાણી તથા સુનિતાબેમ મંગલામી (યુએસએ) છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• પૂ.રાજેન્દ્રગીરીની ગણેશ કથાનું ગુરુવાર તા.૧-૯-૧૬થી સોમવાર તા.૫-૯-૧૬ સુધી બપોરે ૧ થી સાંજે ૫ દરમ્યાન શ્રી કૃષ્ણ મંદિર અને માંધાતા હિતવર્ધક કોમ્યુનિટી સેન્ટર, બેવરલી રોડ, બોલ્ટન BL1 4DT ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મોહનભાઈ 07830 113 641
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રી ચૈતન્ય શંભુ મહારાજની ગણેશ કથાનું શુક્રવાર તા.૨-૯-૧૬થી રવિવાર તા.૪-૯-૧૬ સુધી બપોરે ૩થી સાંજે ૬ દરમ્યાન V H P ઈલ્ફર્ડ હિંદુ સેન્ટર, ક્લેવલેન્ડ રોડ, એસેક્સ, IG1 1EE ખાતે આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન-૨૫. સંપર્ક. 01162 161 684.
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૩-૯-૧૬ સાંજે ૬.૩૦થી રેડિંગ હિંદુ ટેમ્પલ, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• શ્રી ભારતીય મંડળ દ્વારા શિવ મહાપૂજા અને રુદ્ર અભિષેકનું ગુરુવાર તા.૧-૯-૧૬ સાંજે ૬ થી રાત્રે ૯ દરમ્યાન શ્રી અંબાજી મંદિર, ઈન્ડિયન કોમ્યુનિટી સેન્ટર, યુનિયન રોડ, એશ્ટન - યુ - લેન OL6 8JN ખાતે આયોજન કરાયું છે. આરતી બાદ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01613 302 085
• આનંદમૂ્ર્તિ ગુરુમાના પ્રવચન ‘અમૃત વર્ષા’નું શનિવાર તા.૩-૯-૧૬થી સોમવાર તા.૫-૯-૧૬ સુધી ગ્રીનફર્ડ હોલ, રાયસ્લીપ રોડ, લંડન UB6 9QN ખાતે આયોજન કરાયું છે. સમય તા.૩-૪ સાંજે ૫થી ૭ અને તા.૫ સાંજે ૬થી રાત્રે ૮. સંપર્ક. એ. કે. બસરા 07977 201 226
• સનાતન મંદિર, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ ખાતે ગુરુવાર તા.૨૫-૮-૧૬ સાંજે ૭ વાગ્યાથી કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. સંપર્ક. 01162 661 402
• ભાદરણ બંધુ સમાજ દ્વારા Bhadran's Picnicનું સોમવાર તા.૨૯-૮-૧૬ બપોરે ૧ થી રાત્રે ૯ દરમ્યાન હેરો ડિસ્ટ્રીક્ટ મેસોનિક સેન્ટર, નોર્થવીક સર્કલ, કેન્ટન, હેરો HA3 0EL ખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. જયરાજભાઈ 07956 816 556
• જૈન સમાજ માંચેસ્ટર દ્વારા જૈન કોમ્યુનિટી સેન્ટર, સ્ટોકપોર્ટ રોડ, માંચેસ્ટરM12 4QE ખાતે પર્યૂષણ પર્વની ઉજવણી સોમવાર તા.૨૯-૮-૧૬થી સોમવાર તા.૫-૯-૧૬ સુધી સાધ્વી શ્રી સંપ્રગ્યાજી અને સાધ્વી રોહિણીજીની નિશ્રામાં કરવામાં આવશે.દરરોજ સવારે ૧૦થી ૧૨.૩૦ ભક્તિ, પ્રવચન, આરતી અને દિવો, સાંજે ૬.૩૦થી ૧૦.૦૦ પ્રતિક્રમણ ભક્તિ અને પ્રવચન. સંવત્સરી પ્રતિક્રમણ મંગળવાર તા.૫-૯-૧૬ સાંજે ૫.૩૦થી રાત્રે ૮ તથા તપસ્વીઓના પારણા મંગળવાર તા.૬-૯-૧૬ યોજાશે. સંપર્ક. જ્યોત્સનાબેન 01612 822 458
• શ્રી નવયુગ જૈન પ્રગતિ મંડળ દ્વારા સેન્ટ મેથ્થીઆસ ચર્ચ હોલ, રશ ગ્રોવ એવન્યુ, કોલિન્ડેલ, લંડન NW9 6QY ખાતે સોમવાર તા.૨૯-૮-૧૬થી સોમવાર તા.૫-૯-૧૬ સુધી પર્યૂષણ પર્વ ઉજવાશે. તા.૨૯-૮થી તા.૧-૯ અને તા.૩-૯-૧૬ સાંજે ૬.૧૫થી રાત્રે ૧૦.૩૦ પ્રતિક્રમણ, આરતી, દિવો, તા.૨-૯-૧૬ બપોરે ૨થી રાત્રે ૧૦.૩૦ મહાવીર જન્મ કલ્યાણક, પ્રતિક્રમણ, આરતી થશે. સંવત્સરી પ્રતિક્રમણ સોમવાર તા.૫-૯-૧૬ સાંજે ૪.૧૫થી ૭.૧૫ દરમ્યાન થશે. સંપર્ક. વિનોદ શાહ 020 8459 4953.
• જૈન સેન્ટર, લંડન ૬૪-૬૮, કોલિન્ડેન એવન્યુ, લંડન NW9 5DR ખાતે સોમવાર તા.૨૯-૮-૧૬થી સોમવાર તા.૫-૯-૧૬ સુધી પર્યૂષણ પર્વ ઉજવાશે. દરરોજ સવારે સ્નાત્રપૂજા, વ્યાખ્યાન, બપોરે સ્વાધ્યાય અને સાંજે પ્રતિક્રમણ, ભાવના થશે. દરરોજ બપોરે જમવાની વ્યવસ્થા છે. સંપર્ક. 020 8200 0828.
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે શનિવાર તા.૩-૯-૧૬ બપોરે ૧૨થી ૨ દરમ્યાન પૂ. કુંજેશકુમારજી દ્વારા વચનામૃતનું આયોજન કરાયું છે. હવેલી દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે રવિવાર તા.૪-૯-૧૬ સવારે ૧૦થી ૨ દરમ્યાન સમુહ માતાજીના લોટાનું આયોજન કરાયું છે. દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે સંપર્ક. 020 8902 8885
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતેના કાર્યક્રમો • બ્લડ ડોનેશન કેમ્પ શુક્રવાર તા.૨-૯-૧૬ બપોરે ૩.૩૦થી સાંજના ૭ સુધી • ગુજરાતી શાળાના નવા સત્ર ૨૦૧૬-૧૭નો પ્રારંભ, ધો.૫-૬-૭ માટે શુક્રવાર તા.૨-૯-૧૬ સાંજે ૬થી ૮.૩૦ અને ધો. ૧-૨-૩-૪ માટે શનિવાર તા.૩-૯-૧૬ સવારે ૯.૩૦થી ૧૨ દરમ્યાન . થશે. • સોમવાર તા.૫-૯-૧૬ સાંજે ૭.૩૦ વાગે ગણેશ ચતુર્થીની ઉજવણી. સંપર્ક 01772 253 901
• સેન્ટ લુક્સ હોસ્પીસ દ્વારા શનિવાર તા.૧૭-૯-૧૬ સવારે ૧૦.૩૦ વાગે તમામ નાગરિકો માટે પાંચ કિ.મીની કલર રનનું આયોજન કરાયું છે. રન બેનિસ્ટર્સ સ્પોર્ટ્સ સેન્ટર, અક્સબ્રીજ રોડ, હેરો, HA3 6SWથી શરૂ થશે. ટિકિટ માટે સંપર્ક. 020 8382 8112.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEના નવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭નો ઓપન ડે શનિવાર તા.૧૦-૯-૧૬ સવારે ૧૦.૩૦થી બપોરે ૪.૩૦ દરમ્યાન થશે. ભારતીય સંગીત, ડાન્સ, યોગ અને વિવિધ ભાષાઓ સહિત ૨૨ કોર્સ શરૂ થશે. સંપર્ક. 020 7381 3086

• વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન, યુકે દ્વારા રવિવાર તા.૧૧-૯-૧૬થી VYOE પ્રોગ્રામ હેઠળ આ વર્ષના ક્લાસીસ શરૂ થશે. તેમાં બાળકોને આધુનિક ટેક્નોલોજી દ્વારા હિંદુ મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન અપાશે. આ ઉપરાંત, તેમનામાં સામાજિક જાગૃતિ તથા નેતૃત્વના ગુણ વિકસાવવામાં આવશે. બાળકના તબક્કાવાર માનસિક વિકાસ પર આધારિત આ અભ્યાસક્રમ ટ્રેઈન્ડ ટીચર્સ દ્વારા અંગ્રેજીમાં શીખવવામાં આવશે. સંપર્ક. જય નાથદ્વારાવાળા 07931 931 902.


comments powered by Disqus