સંસ્થા સમાચાર તા. ૩-૯-૨૦૧૬ માટે

Tuesday 30th August 2016 14:33 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા. ૪-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવીક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ (કાર પાર્ક ૩ સામે) ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર દાદા લછમનદાસ અને માયાબેન પગરાણી છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• ગુજરાત હિંદુ સોસાયટી સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતેના કાર્યક્રમો • GHS સ્પોર્ટ્સ એન્ડ ફન ક્લબ બુધવાર તા.૭-૯-૧૬થી શરૂ થશે. સભ્યો દર બુધવારે સાંજે ૭.૩૦થી ૯ દરમ્યાન તેનો લાભ લઈ શકશે • રાધાષ્ટમી જન્મોત્સવ શુક્રવાર તા.૯-૯-૧૬ સાંજે ૭.૩૦ વાગે ઉજવાશે. સંપર્ક. 01772 253 901
• શ્રી સનાતન મંદિર, ૮૪, વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LF4 6FQ ખાતે સોમવાર તા.૫-૯-૧૬ સાંજે ૬ વાગે સમુહ ગણેશ પૂજા અને બાદમાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક. 01162 661 402.
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૧૦-૯-૧૬ સાંજે ૬થી ૮.૩૦ બ્રેન્ટ ઈન્ડિયન એસોસિએશન બિલ્ડીંગ, ૧૧૬ ઈલિંગ રોડ, વેમ્બલી, લંડન HA0 4TH ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775
• પૂ.રાજેન્દ્રગીરીની ગણેશ પુરાણ કથાનું શુક્રવાર તા. ૯-૯-૧૬થી ગુરુવાર તા.૧૫-૯-૧૬ સુધી દરરોજ સાંજે ૭થી રાત્રે ૯ દરમ્યાન શ્રીનાથજી સનાતન હિંદુ મંદિર, લેટનસ્ટોન, લંડન E11 1NP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજેન્દ્રગીરી બાપુ 07459 389 233
• ભારત વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા શ્રી ચૈતન્ય શંભુ મહારાજના પ્રવચનનું શુક્રવાર તા. ૯-૯-૧૬ બપોરે ૨થી૩ દરમ્યાન શ્રી જલારામ સત્સંગ મંડળ, સેન્ટ સ્ટીફન્સ ચર્ચ, વોરવિક રોડ, ક્રોયડન CR7 7HN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 01162 161 684
• ગુર્જર હિંદુ યુનિયન દ્વારા ગણેશ વિસર્જન નિમિત્તે પૂજા, મહાઅભિષેક અને સત્સંગનું શનિવાર તા.૧૦-૯-૧૬ સવારે ૧૦.૩૦થી બપોરે ૪.૩૦ દરમ્યાન ટિલગેટ પાર્ક ક્રોલી RH10 5PQખાતે આયોજન કરાયું છે. મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક ચંદુભાઈ 07440 744 098.
• પર્યૂષણપર્વ અને દસલક્ષણ પર્વ નિમિત્તે જૈન મુનિ શ્રી મણિકુમારજી મહારાજના વ્યાખ્યાનનું આગામી તા.૧૫-૯-૧૬ સુધી દરરોજ રાત્રે ૮થી ૧૦ દરમ્યાન પાર્શ્વનાથ મંદિર, સની ગાર્ડન્સ રોડ, હેન્ડન, લંડન NW4 1SL ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07424 858 333.
• હિંદુ કાઉન્સિલ ઓફ નોર્થ, યુકે દ્વારા રાસ ગરબા હરિફાઈનું શનિવાર તા.૧૦-૯-૧૬ સાંજે ૬.૩૦ વાગે માંચેસ્ટર વિધનશો ફોરમ, માંચેસ્ટર MZ2 5RX ખાતે આયોજન કરાયું છે. સંપર્ક શ્રેયા ઘોડકે 01772 253 901.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૩-૯-૧૬ બપોરે ૩ વાગે ભજન, બાદમાં મહાપ્રસાદ તથા રવિવાર તા.૪-૯-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540.
• ભારત સેવાશ્રમ સંઘના શતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે હિંદુ ધર્મ વિશે વ્યાખ્યાન શ્રેણીમાં ડો.નંદીશ પટેલના પ્રવચનનું શનિવાર તા.૧૦-૯-૧૬ સાંજે ૫.૩૦ વાગે લંડન સેવાશ્રમ સંઘ, ડેવનપોર્ટ રોડ, લંડન W12 8PB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8743 9048.
• પંકજ સોઢા દ્વારા મુંબઈના એવોર્ડ વિજેતા નાટક ‘ધ વેઈટીંગ રૂમ્સ’ના શોઝનું • શુક્રવાર તા.૧૬-૯-૧૬ રાત્રે ૮ પીપુલ એન્ટરપ્રાઈઝ, લેસ્ટર LE4 6DPખાતે આયોજન કરાયું છે. ટિકિટ માટે સંપર્ક. વસંત ભક્તા 07860 280 655 • શનિવાર તા.૧૭-૯-૧૬ રાત્રે ૮ વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લીપ, HA4 7QL સંપર્ક. શોભનાબેન 07504 453 264 • રવિવાર તા.૧૮-૯-૧૬ બપોરે ૨ તથા સાંજે ૭.૩૦ વિન્સ્ટન ચર્ચિલ હોલ, રાઈસ્લીપ, HA4 7QL સંપર્ક. હેમા 07967 751 122 અને દીપા 07947 561 947 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૧૯.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૩-૯-૧૬ સાંજે ૫.૩૦ ‘ચલતે ચલતે’ પૂજા અંગરાનો ગીત-ગઝલનો કાર્યક્રમ. ટિકિટ માટે સંપર્ક. સુરેન્દ્ર પટેલ 07941 975 311 • શનિવાર તા.૩થી૬ સપ્ટેમ્બર,૨૦૧૬ સવારે ૧૧થી સાંજે ૭ ઘનશ્યામ ગુપ્તા અને તરુશિખા નાગિયાના એબ્સ્ટ્રેક્ટ આર્ટવર્ક્સનું પ્રદર્શન • શનિવાર તા.૧૦-૯-૧૬ સાંજે ૬.૩૦ કર્ણાટકી અને હિંદુસ્તાની નૃત્ય- સંગીતનો કાર્યક્રમ સંપર્ક. 020 7381 3086.
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
શ્રી જલારામ બાપાના પ્રપૌત્ર અને ગિરધરબાપાના પુત્ર જયસુખરામ બાપાનું ૮૮ વર્ષની વયે શનિવાર તા.૨૭-૮-૧૬ના રોજ રાજકોટ હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેમની અંતિમક્રિયા સોમવાર તા.૨૯-૮-૧૬ કરવામાં આવી હતી. તે દિવસે સાંજે ૫ વાગે જલારામ મંદિર ગ્રીનફર્ડ, ૨ વેડ્સવર્થ રોડ, પેરિવેલ UB6 7JD ખાતે સદ્ગતના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના અને ધૂનનું આયોજન કરાયું હતું.


comments powered by Disqus