સંસ્થા સમાચાર તા. ૧૭-૯-૨૦૧૬

Tuesday 13th September 2016 14:50 EDT
 

• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું આયોજન રવિવાર તા.૧૮-૯-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમ્યાન સિંધી કોમ્યુનિટી હાઉસ, ૩૧૮, ક્રિકલવુડ બ્રોડવે, લંડન NW2 6QD ખાતે કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર પ્રકાશભાઈ તથા બીનાબેન ભીમજીયાણી અને પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310
• ભાદરણ બંધુ સમાજ, યુકેની ૩૪મી વાર્ષિક સાધારણ સભાનું રવિવાર તા.૨૫-૯-૧૬ બપોરે ૨ વાગે ઓકિંગ્ટન મેનોર પ્રાઈમરી સ્કૂલ, ઓકિંગ્ટન મેનોર ડ્રાઈવ, વેમ્બલી HA9 6NF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. પ્રેમિલાબેન 020 8902 5866
• શ્રી સનાતન મંદિર, ૮૪ વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQ દ્વારા શાસ્ત્રી હરીશાનંદજીના મુખે શ્રીમદ ભાગવત કથાનું રવિવાર તા.૧૮થી રવિવાર તા.૨૫ સપ્ટેમ્બર સુધી આયોજન કરાયું છે. તા.૧૮ બપોરે ૩ પોથી પધરામણી, કથાનો સમય તા.૧૯થી૨૪ બપોરે ૩.૩૦થી સાંજે ૭ અને તા.૨૫ સવારે ૧૦.૩૦થી ૧ સુધી. કથા બાદ દરરોજ ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01162
661 402
• જાસ્પર સેન્ટર. રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU દ્વારા ‘વેદિક લાઈફ મેનેજમેન્ટ ફોર હેલ્ધી બોડી, માઈન્ડ એન્ડ સોલ’ વિષય પર આચાર્ય સનતકુમારના ડે સેમીનારનું બુધવાર તા.૨૧-૯-૧૬ સવારે ૧૦થી બપોરે
૩.૩૦ દરમ્યાન આયોજન
કરાયું છે. ટિકિટ માટે સંપર્ક.
020 8861 1207
• સ્વામી કમલેશાનંદજીના સત્સંગના કાર્યક્રમો • રવિવાર તા.૧૮-૯-૧૬ - બપોરે ૧.૩૦થી ૩ સુધી વિશ્વ હિંદુ મંદિર, લેડી માર્ગારેટ રોડ, સાઉથોલ UB1 2RA અને સાંજે ૬થી ૮ મીરાં કેટરીંગ – કુમકુમ હોલ, પેર રોડ, સ્ટેનમોર, લંડન HA7 1NL • શુક્રવાર તા.૨૩-૯-૧૬ સાંજે ૭થી૯, શેફિલ્ડ હિંદુ મંદિર, બકનહામ સ્ટ્રીટ, શેફિલ્ડ S4 7JQ • શનિવાર તા.૨૪-૯-૧૬ સાંજે ૫થી ૭ વલ્લભનિધિ મંદિર, વ્હીપ્સ ક્રોસ રોડ, લેયટનસ્ટોન E11 1NP સંપર્ક. 07708
615 181
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી UB8 2DZ ખાતે શનિવાર તા. ૧૭-૯-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૧૮-૯-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદ તેમજ શુક્રવાર તા.૩૦-૯-૧૬ સમુહ સર્વ પિતૃ શ્રાદ્ધ અમાવસ્યાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07882 253 540
• DSYM દ્વારા ‘યોગ એન્ડ મેડિટેશન – વે ઓફ લાઈફ’ના એક દિવસીય કાર્યક્રમનું રવિવાર તા.૨૫-૯-૧૬ સવારે ૮.૩૦થી બપોરે ૪ દરમ્યાન હેરિસ એકેડમી, પર્લી, સાઉથ ક્રોયડન CR2 6DT ખાતે આયોજન
કરાયું છે. સંપર્ક. પુષ્પાબેન
07903 223 550
• ફ્રેન્ડ્સ ઓફ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિંદુ સ્ટડીઝ લેસ્ટર દ્વારા ‘યાદાંજલિ’ અંતર્ગત શનિવાર તા.૧૬-૯-૧૬ સવારે ૧૧.૩૦ ‘પિતૃ શ્રદ્ધાંજલિ’ - શ્રાદ્ધ પર્વ નિમિત્તે પૂજા અને તર્પણ તથા સાંજે ૭ વાગે ભજનનું હિંદુ મંદિર, સેન્ટ બાર્નાબાસ રોડ, લેસ્ટર
LE5 4BD ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. શોભાબેન 07845 286 057.
• ભવન સેન્ટર – ભારતીય વિદ્યા ભવન, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEદ્વારા ‘ડ્રીમીંગ વીથ વિષ્ણુ’ ડો.વિદ્યા કામતના નેતૃત્વ હેઠળ પુરાણવિદ્યાના તુલનાત્મક અભ્યાસનું તા.૨૬થી ૩૦ સપ્ટેમ્બર સાંજે ૬.૩૦થી રાત્રે ૮.૩૦ આયોજન કરાયું છે. સંપર્ક. 02073 813 086
• ગાયત્રી પરિવાર દ્વારા પાંચ કુંડી ગાયત્રી યજ્ઞનું રવિવાર તા.૧૮-૯-૧૬ બપોરે ૧ વાગે માંધાતા યુથ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EE ખાતે આયોજન કરાયું છે. યજ્ઞ બાદ મહાપ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. કપિલાબેન 020 8883 9540
• બ્રહ્મ સમાજ દ્વારા ચેરિટી ડિસ્કો દાંડિયાનું શનિવાર તા.૧૭-૯-૧૬ રાત્રે ૮ વાગે JFS સ્કૂલ, ધ મોલ કેન્ટન HA3 9TE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. વંદના જોષી 07944 913 208
• શ્રી ગોવર્ધનનાથજીની શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૩૦થી સાંજે ૭.૩૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222.
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૩૦ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૩૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રત નો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885


comments powered by Disqus