નવરાત્રી મહોત્સવના કાર્યક્રમો
ગુરૂવાર તા. ૨૫ સપ્ટેમ્બરથી શુક્રવાર તા. ૩ અોક્ટોબર, ૨૦૧૪
શરદપુનમ બુધવાર તા. ૮ અોક્ટોબર ૨૦૧૪
જગતજનની આારાસુરના મહિષાસુરમર્દીની મા અંબાજીની આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી અત્રે પ્રકાશીત કરી રહ્યા છીએ. આશા છે કે આ પૂર્તિમાં સમાવાયેલી માહિતી આપને આ નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં ખૂબજ મદદરૂપ થશે. અમે આગામી તા. ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના અંકોમાં પણ નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્તિ પ્રકાશિત કરનાર છીએ.
જગતજનની આારાસુરના મહિષાસુરમર્દીની મા અંબાજીની આરાધનાના પર્વ 'નવરાત્રી મહોત્સવ' પ્રસંગે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સૌ વાચક મિત્રો માટે પારંપરિક ગરબા, સ્તુતિ - આરતી, માતાજીની આરાધનાના લેખો તેમજ લંડન સહિત સમગ્ર યુકેમાં કયા કયા સ્થળે નવરાત્રી મહોત્સવના આયોજનો થઇ રહ્યા છે તેની સવિસ્તર માહિતી અત્રે પ્રકાશીત કરી રહ્યા છીએ. આશા છે કે આ પૂર્તિમાં સમાવાયેલી માહિતી આપને આ નવરાત્રી ઉત્સવની ઉજવણીમાં ખૂબજ મદદરૂપ થશે. અમે આગામી તા. ૨૭મી સપ્ટેમ્બર ૨૦૧૪ના 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના અંકોમાં પણ નવરાત્રી મહોત્સવ વિશેષ પૂર્તિ પ્રકાશિત કરનાર છીએ.
આપની સંસ્થા, સંગઠન, મંડળ કે પછી મંદિર દ્વારા યોજાનાર નવરાત્રી મહોત્સવની જાહેરખબર વ્યાજબી દરે મૂકી શકો છો. આપના રેસ્ટોરંટ, ફરસાણ કે મિઠાઇની દુકાન કે પછી નવરાત્રી ઉત્સવ દરમિયાન પહેરવાના ચણીયાચોળી, કફની પાયજામા કે પછી પારંપરિક વસ્ત્રો - અલંકારોની જાહેરખબર મૂકી આપના વેપારમાં વૃધ્ધી કરી શકો છો. વધુ માહિતી માટે સંપર્ક: કમલ રાવ 020 7749 4001 અથવા 07875 229 211.
* યાતિ ઇવેન્ટ્સ દ્વારા 'નવરાત્રી પહેલાની નવરાત્રી વીથ અતુલ પુરોહિત' કાર્યક્રમનું શાનદાર આયોજન શુક્રવાર તા. ૧૯ અને શનિવાર તા. ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ સાંજે ૭-૩૦થી મોડી રાત સુધી બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે કરવામાં આવ્યું છે. જેમાં બરોડાના 'યુનાઇટેડ વે' ફેમ અતુલ પુરોહિત અને ગૃપ રાસગરબાની રમઝટ મચાવશે. ગરબા હરિફાઇમાં વિજેતા બનનાર વિજેતાઅોને બેન્ક અોફ બરોડા તરફથી ઇનામ એનાયત થશે. બન્ને દિવસે રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન ઘાઘરા ચોલીના પ્રદર્શન, રંગોલી હરિફાઇ અને ગરબા ક્લાસીસનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: બ્રિજેશ ચાચાપુરા 07883 093 017. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* ઇન્ટરનેશનલ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા બાયરન હોલ, હેરો લેઝર સેન્ટર, ક્રાઇસ્ટ ચર્ચ એવન્યુ, હેરો, HA3 5BD ખાતે તા. ૨૫-૯-૧૪થી તા. ૪-૧૦-૧૪ દરમિયાન રોજ રાત્રે ૮થી ૧૧ અને વિકેન્ડમાં રાત્રે ૮થી ૧૨-૩૦ દરમિયાન તેમજ તા. ૧૦ શરદપુનમના રોજ રાસગરબાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ગીત સંગીત ભારતના કલાકારો બાબુ બારોટ અને ગૃપ રજૂ કરશે. નવરાત્રી મહોત્સવ દરમિયાન વિખ્યાત સંતો મહંતોની ઉપસ્થિતીમાં શ્રીમદ દેવી ભાગવતનું આયોજન પણ તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ દમરિયાન રોજ સવારે ૧૧થી ૨ દરમિયાન બાયરન હોલ ખાતે કરવામાં આવ્યું છે. કથાનો લાભ સાધ્વી શ્રી ગીતાદીદી આપશે. રવિવાર તા. ૧૨-૧૦-૧૪ના રોજ સવારે ૧૦થી બાયરન હોલ ખાતે ૧૦૮ રાંદલ માતાજીના લોટાનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8426 0678. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* મિલન ગૃપ વોલિંગ્ટન દ્વારા તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ દરમિયાન રોજ બપોરે ધ સેન્ટર, મિલ્ટન રોડ, વોલિંગ્ટન અને ફક્ત તા. ૨૯ના રોજ સ્કાઉટ્સ હોલ, ૭૨બી, વુડકોટ રોડ, વોલિંગ્ટન ખાતે રાસગરબાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ચ્હા પાણી તેમજ પ્રસાદનો લાભ મળશે. સમય માટે સંપર્ક: પ્રકાશભાઇ પટેલ 020 8942 1884. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* પીજ યુનિયન યુકે ટ્રસ્ટ દ્વારા અોશવાલ મહાજન વાડી, ૧ કેમ્પબેલ રોડ, ક્રોયડન CR0 2SQ ખાતે તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ દરમિયાન રોજ રાત્રે ૮-૩૦થી મોડે સુધી તેમજ શરદપુનમ બુધવાર તા. ૮-૧૦-૧૪ના રોજ રાસગરબાના કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ગીત સંગીત જયુ રાવલ અને ગૃપ દ્વારા રજૂ કરવામાં આવશે. તા. ૮ના રોજ શરદપુનમ પ્રસંગે રાત્રે ૮-૩૦થી રાસગરબા થશે. સંપર્ક: જે.આર. પટેલ 01689 821 922. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* દરજી મિત્ર મંડળ યુકે દ્વારા સુવિખ્યાત પરાગ અને છાયા ગૃપના સથવારે તા. ૨૫-૯-૧૪થી ૪-૧૦-૧૪ દરમિયાન અને શરદ પૂર્ણિમા ૮-૧૦-૧૪ના રોજ અોકથોર્પ રોડ, પામર્સ ગ્રીન, લંડન N13 (નોર્થ સર્ક્યુલર – A406થી પ્રવેશ) ખાતે નવરાત્રી રાસ અને ગરબાનું અયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 07956 401 599. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* ધર્મજ સોસાયટી અોફ લંડન દ્વારા અર્પણ-મિત્તલ એન્ડ ફ્રેન્ડ્ઝ ગૃપના સથવારે તા. ૨૬-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૭-૧૦-૧૪ના રોજ રાત્રે ૭-૩૦થી ૧૧ દરમિયાન અોએસીસ એકેડેમી (આશબર્ટન સ્કૂલ) શર્લી રોડ, ક્રોયડન CR9 7AL ખાતે નવરાત્રી પર્વનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: તરલીકાબેન 020 8407 8444. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* શ્રી જલારામ જ્યોત મંદિર WASP રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી, HA0 3DW ખાતે તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ દરમિયાન દરરોજ રાતના ૮.૩૦થી ૧૦.૩૦ સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. દુર્ગાષ્ટમી હવન ગુરૂવાર, તા. ૨ ઓક્ટોબરના રોજ સવારના ૧૧થી બપોરના ૧ સુધી થશે. સંપર્ક: મંદિર 020 8902 8885. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* જાસ્પર સેન્ટર, રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતે તા. ૨૫, ૨૬, ૨૯, ૩૦ સપ્ટેમ્બર અને ૧ થી ૩ અોક્ટોબર, ૨૦૧૪ દરમિયાન રોજ બપોરે ૧-૩૦થી ૩-૩૦ દરમિયાન નવરાત્રી પર્વ પ્રસંગે દિવસના ગરબાના કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8861 1207. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* કરમસદ સમાજ યુકે દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૭-૧૦-૧૪ના રોજ રાતના ૮થી ૧૧-૩૦ દરમિયાન શરદપુનમ પ્રસંગે નવરાત્રી મહોત્સવનું આયોજન બાર્નહિલ કોમ્યુનિટી હાઇસ્કૂલ, યેડીંગ લેન, હેઇઝ UB4 9LE ખાતે કરવામાં આવ્યું છે. સંપર્ક: મહેન્દ્રભાઇ એસ. પટેલ 020 8777 4881. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે દ્વારા SKLPC સેન્ટર, નોર્થહોલ્ટ UB5 6RE ખાતે તા. ૨૫-૯-૧૪થી તા. ૭-૧૦-૧૪ દરમિયાન રોજ સાંજે ૭-૩૦થી ૧૧ નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. મસ્તી ગૃપ રાસગરબા રજૂ કરશે. સંપર્ક: માવજી વેકરીયા 07831 430 812. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* શ્રુતી આર્ટ્સ અને પીપુલ સેન્ટર દ્વારા તા. ૨૫-૯-૧૪થી તા. ૪-૧૦-૧૪ દરમિયાન રોજ સાંજના ૮થી મોડે સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. ગીત સંગીત આલાપ દેસાઇ, બીજલ પારેખ, પ્રતિક શાહ અને સોનારૂપા ગૃપ રજૂ કરશે. સંપર્ક: શ્રુતી આર્ટ્સ 0116 261 2264. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* શ્રી સત્તાવીસ ગામ પાટીદાર સમાજ યુરોપ દ્વારા ફોર્ટી એવન્યુ, ધ એવન્યુ, વેમ્બલી HA9 9PE ખાતે તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૪-૧૦-૧૪ ના રોજ સાંજના ૭-૩૦થી મોડે સુધી નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. લાઇવ બેન્ડ ગરબા રજૂ કરશે. સંપર્ક: પ્રફૂલ્લભાઇ બી. પટેલ 020 8368 2161. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ દરમિયાન રોજ રાતના ૮થી ૧૧ દરમિયાન ધામેચા લોહાણા સેન્ટર,, બ્રેમ્બર રોડ, સાઉથ હેરો, HA2 8AX ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. ગીત સંગીત અનુરાધા અોફ સ્ટ્રીંગ્સ ગૃપ રજૂ કરશે. સંપર્ક: દિનેશ સોનછત્રા 07956 810 647. (જુઅો જાહેરાત પાન ??)
* શ્રી જલારામ મંદિર, ૩૯-૩૪ અોલ્ડફિલ્ડલેન સાઉથ, ગ્રીનફર્ડ UB6 9LB ખાતે તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ રોજ રાત્રે ૮થી ૧૦ અને તા. ૮-૧૦-૧૪ના રોજ શરદપુનમ - નવરાત્રી ઉત્સવની ઉજવણી થશે. તા. ૨-૧૦-૧૪ના રોજ સવારે ૧૧થી ૪ દરમિયાન દુર્ગાષ્ટમી હવન થશે. સંપર્ક: 020 8578 8088. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* આનંદમિલન, ગિલ્ડફર્ડ, સરે દ્વારા તા. ૨૫, ૨૯ અને ૩૦ સપ્ટેમ્બર અને તા. ૭-૧૦-૧૪ના રોજ શરદપુનમ પ્રસંગે ના રોજ હોલી ટ્રીનીટી ચર્ચ, હાઇ સ્ટ્રીટ, ગિલ્ડફર્ડ GU1 3JH ખાતે અને તા. ૨૬થી ૨૮ સપ્ટેમ્બર અને તા. ૧ થી ૩ અોક્ટોબર દરમિયાન ફેરફિલ્ડ કોમ્યુનિટી સેન્ટર, વોર્પલ્સડન, ગિલ્ડફર્ડ GU3 3NA ખાતે રોજ રાત્રે ૮થી ૧૧ દરમિયાન નવરાત્રી પ્રસંગે રાસગરબા થશે. સંપર્ક: કનુભાઇ પટેલ 07946 620 523.
* નવનાત વણિક ભગીની સમાજ દ્વારા તા. ૨૫-૯-૧૪ના રોજ નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AH ખાતે બપોરે ૨થી ૫-૩૦ દરમિયાન માત્ર બાળકો અને મહિલાઅો માટે ગરબા થશે. સંપર્ક: આશા મહેતા 07903 242 121.
* નવનાત વણીક એસોસિએશન, યુકે દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૧૧-૧૦-૧૪ના રોજ સાંજના ૭-૩૦થી મોડે સુધી નવનાત સેન્ટર, પ્રિન્ટીંગ હાઉસ લેન, હેઇઝ UB3 1AH ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. ગીત સંગીત રાજીવ શર્મા અને ફ્રેન્ડ્ઝ રજૂ કરશે. સંપર્ક: કિરીટ બાટવીયા 07904 687 758.
* ગુજરાત હિન્દુ સોસાયટી, સાઉથ મેડોલેન, પ્રેસ્ટન PR1 8JN ખાતે તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ દરમિયાન રાતના ૮થી ૧૦-૩૦ દરમિયાન નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. તા. ૨૫ના રોજ સવારે ૧૦-૩૦ કલાકે ઘટ સ્થાપન થશે અને દરરોજ પૂજારી ચંડી પાઠનું વાંચન કરશે. તા. ૨ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે માતાજીનો યજ્ઞ થશે તેમજ સાંજે ૫-૩૦ કલાકે ધજા આરોહણ થાશે. તા. ૫ના રોજ બપોરે ૧૨-૩૦ કલાકે ૧૦ વર્ષથી નીચેની ૧૦૮ બાળાઅો માટે કુમારીકા ભોજન થશે. સંપર્ક: 01772 253 901.
* હિન્દુ કાઉન્િસલ નોર્થ યુકે દ્વારા તા. ૨૦-૯-૧૪ના રોજ સાંજે ૬-૩૦ કલાકે વિધનશો ફોરમ, માંચેસ્ટર M22 5RX ખાતે રાસગરબા હરિફાઇનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 01772 253 901.
* ધ વાંઝા સમાજ યુકે દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ રોજ ૭-૩૦થી ૧૧ દરમિયાન અને તા. ૧૧ના રોજ શરદપુનમ પ્રસંગે ક્રેસ્ટ ગર્લ્સ એકેડેમી, ડોલીસ હિલ લેન એન્ટ્રન્સ, નીસડન NW2 7SN ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: સુનિતા ચુડાસમા 07946 458 610.
* પ્રજાપતિ યુથ ગૃપ, હંસલો દ્વારા તા. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર અને તા. ૨-૩-૭ અોક્ટોબર ૨૦૧૪ દરમિયાન રોજ રાતના ૮થી ૧૦-૩૦ દરમિયાન ધ હીથલેન્ડ સ્કુલ, વેલિંગ્ટન રોડ સાઉથ, હંસલો TW4 5JD ખાતે નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
* નાગરેચા બ્રધર્સ દ્વારા હરીબેન બચુભાઇ નાગરેચા હોલ, ૧૯૮-૨૦૨ લેટન રોડ, લંડન E15 1DTખાતે તા. ૨૫-૯-૧૪થી તા. ૫-૧૦-૧૪ દરમિયાન નવરાત્રી અને શરદપુનમ પ્રસંગે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: 020 8555 0318.
* સરે ગુજરાતી હિન્દુ સોસાયટી દ્વારા તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૮-૧૦-૧૪ના રોજ રાત્રે ૭-૩૦થી ૧૧ દરમિયાન ગોનવીલ સ્કૂલ, ગોનવીલ રોડ, થોર્નટન હીથ CR7 6DL ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: ભાવનાબેન 020 8684 4645.
* શ્રી સોરઠીયા વણીક એસોસિએશન અને મા કૃપા દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૨-૧૦-૧૪ દરમિયાન રોજ સાંજે કેનન સ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે અને તા. ૧૧-૧૦-૧૪ના રોજ શરદપુનમ પ્રસંગે કિંગ્સબરી સ્કૂલ ખાતે ડીનર સાથે શરદપુનમ - નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: સુધાબેન માંડવીયા 07956 815 101 જયસુખ મિસ્ત્રી 079 7328 7434. (વધુ માહિતી માટે જુઅો જાહેરાત – પાન નં. ??)
* સર્વોદય હિન્દુ એસોસિએશન દ્વારા તા. ૨૫-૯-૧૪થી તા. ૪-૧૦-૧૪ અને શરદપુનમ પ્રસંગે તા. ૮-૧૦-૧૪ના રોજ નવરાત્રી મહોત્સવનું આયોજન રોજ રાતના ૮-૩૦થી મોડે સુધી ટોલવર્થ રીક્રિએશન સેન્ટર, ફૂલર્સ વે નોર્થ, ટોલવર્થ, સરે KT6 7LQ ખાતે નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. સંપર્ક: મધુબેન 020 8397 7359.
* રેડબ્રિજ ગુજરાતી વેલ્ફેર એસોસિએશન ઇલફર્ડ દ્વારા મેથોડીસ્ટ ચર્ચ, ઇલફર્ડ લેન, IG1 2JZ ખાતે ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ (શનિ-રવિ સિવાય) અને શરદપુનમના રોજ તા. ૮-૧૦-૧૪ ના રોજ બપોરે ૧૨થી ૪ દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરાયું છે. સંપર્ક: 020 8270 2303.
* કલાની સેવા દ્વારા તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ અને શરદ પુનમ પ્રસંગે તા. ૪-૧૦-૧૪ના રોજ રાત્રે ૮થી ૧૧-૩૦ દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન અોકિંગ્ટન મેનોર સ્કૂલ, સ્પોર્ટ્સ હોલ, અોકિંગ્ટન મેનોર, વેમ્બલી, HA9 6NF ખાતે કરવામાં આવ્યું છે. ગીત સંગીત આનંદ ગૃપ રજૂ કરશે. સંપર્ક: જયંતિભાઇ પોપટ 07967 481 467.
* વેલિંગબરો શ્રી હિન્દુ મંદિર અને કોમ્યુનિટી સેન્ટર ખાતે તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ દરમિયાન નવરાત્રી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં સાંજના ૭થી ૯ દરમિયાન આરતી-ગરબા અને સેન્ટરમાં સાંજના ૮થી રાસગરબાની રમઝટ જામશે. સંપર્ક: મંદિર: 01933 222 250 અને સેન્ટર 01933 274 330.
* નેશનલ એસોસિએશન અોફ પાટીદાર સમાજ અને NAPS સાઉથ લંડન શાખા દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૪-૧૦-૧૪ અને તા. ૮ના રોજ શરદપુનમ - નવરાત્રી મહોત્સવની ઉજવણી NAPS હોલ, ૨૬બી ટૂટીંગ હાઇ સ્ટ્રીટ, લંડન SW17 0RG ખાતે કરવામાં આવશે. સંપર્ક: પ્રવીણભાઇ અમીન 020 8337 2873. (જુઅો જાહેરાત પાન ??)
* શ્રી બાવીસ ગામ પાટીદાર સમાજ દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૩-૧૦-૧૪ અને શરદ પુનમ તા. ૪-૧૦-૧૪ના રોજ સાંજના ૭-૩૦થી ૧૧ દરમિયાન આલ્પર્ટન કોમ્યુનીટી સ્કૂલ (ફ્રન્ટ હોલ) ઇલીંગ રોડ, વેમ્બલી ખાતે લાઇવ મ્યુઝીક સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: દક્ષેશ પટેલ 07984 187 708. (જુઅો જાહેરાત પાન ??)
* સાઉથ લંડન ગુજરાતી સમાજ દ્વારા તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ દરમિયાન રોજ સાંજના ૭-૩૦થી મોડે સુધી નોર્બરી મેનોર હાઇસ્કૂલ, કેન્સિંગ્ટન એવન્યુ, થોર્નટન હીથ, સરે CR7 8BT ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: નવિનભાઇ પટેલ 07859 918 166. (જુઅો જાહેરાત પાન ??)
* સાઉથ ઇસ્ટ ગુજરાતી એસોસિએશન (SEGA) દ્વારા તા. ૨૫-૯-૧૪થી ૪-૧૦-૧૪ અને તા. ૫ના રોજ શરદપુનમ પ્રસંગે રોજ રાતના ૮-૩૦થી મોડે સુધી શહિદ ઉધમસિંઘ એશિયન કોમ્યુનિટી સેન્ટર, વ્હાઇટ હાર્ટ રોડ, પ્લમસ્ટેડ, લંડન SE18 1DG ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. સંપર્ક: કિરીટભાઇ પટેલ 07780 533 391.
* વિશ્વ હિન્દુ પરિષદ, સાઉથ લંડન શાખા ૧૦ થોર્નટન રો, થોર્નટન હીથ પોંડ CR7 6JN ખાતે તા. ૨૫-૯-૧૪થી તા. ૩-૧૦-૧૪ દરમિયાન રોજ બપોરના ૧-૩૦થી ૩-૩૦ અને સાંજે ૭-૩૦થી ૧૧ દરમિયાન નવરાત્રી મહોત્સવની ઉજવણી થશે. ૨-૧૦-૧૪ના રોજ અષ્ટમીનો હવન થશે. સંપર્ક: 020 8665 5502.
* આધ્યશક્તિ માતાજી મંદિર, ૫૫ હાઇસ્ટ્રીટ કાઉલી, UB8 2DZ ખાતે રવિવાર તા. ૨૧-૯-૧૪ના રોજ નવરાત્રી પ્રસંગે માતાકી ચૌકી કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે આરતી, મહાપ્રસાદનો લાહવો મળશે. સંપર્ક: 07882 253 540.
* આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરિષદ દ્વારા આયોજીત નવ-વિલાસ ઉત્સવ છેલ્લી ઘડીએ આરોગ્યના મુદ્દે હોલ સંચાલકો દ્વારા હોલ ભાડે નહિં અપાતા મોકૂફ રાખવાની ફરજ પડી છે. સંપર્ક: સુરેશભાઇ કોટેચા 020 8900 1300.
* લલિતાકુંજ, રેપ્ટન એવન્યુ, સડબરી HA0 3DW ખાતે તા. ૨૫-૯-૧૪થી નવ વિલાસનો પ્રારંભ થશે. તે પૂર્વે તા. ૧૯-૯-૧૪ના રોજ એકાદશી ઉજવાશે. સંપર્ક: 020 8793 3254.
૦૦૦૦૦૦૦૦૦૦