• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા. ૨૭-૧૧-૧૬ સવારે ૧૧થી સાંજના ૫ દરમિયાન સિંધી સાધુ વાસવાણી સેન્ટર,૨૫, ક્રિકલવુડ લેન (વર્જિન એક્ટિવ હેલ્થ ક્લબ સામે) લંડન NW2 1HPખાતે આયોજન કરાયું છે. ભોજન પ્રસાદીના સ્પોન્સરર હીરાભાઈ અને નીલુબેન લાલવાણી તથા પરિવાર છે. સંપર્ક. 020 8459 5758/ 07973 550 310.
• શ્રી ઠાકુર અનુકુલ ચરણદાસ સત્સંગનું શનિવાર તા.૩-૧૨-૧૬ સાંજે ૬.૩૦ વાગે રેડિંગ હિંદુ ટેમ્પલ, વ્હીટલી સ્ટ્રીટ, રેડિંગ RG2 0EG ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. રાજશ્રી રોય 07868 098775.
• આદ્યશક્તિ માતાજી મંદિર ૫૫, હાઈસ્ટ્રીટ, કાઉલી મીડલસેક્સUB8 2DZ ખાતે શનિવાર તા. ૨૬-૧૧-૧૬ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૨૭-૧૧-૧૬ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. રવિવારના ભજન મંદિર ખાતે છેલ્લાં હશે અને રવિવાર તા.૧૫-૦૧-૨૦૧૭થી ફરી ભજન થશે. સંપર્ક. 07882 253 540
• નહેરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે શુક્રવાર તા.૨૫-૧૧-૧૬ • સાંજે ૬.૧૫ વાગે નંદના દેવ સેન દ્વારા ‘ઈન્ટરએક્ટિવ બુક રિડીંગ ફોર ચિલ્ડ્રન’ • સાંજે ૬.૩૦ વાગે ભારતના વિવિધ પ્રદેશના લોકનૃત્યો અને શાસ્ત્રીય નૃત્યો ‘કેલિડોસ્કોપ ઓફ ઈન્ડિયન ડાન્સ એન્ડ મ્યુઝિક’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સંપર્ક. 07500 563 075.
• શ્રીજી ધામ હવેલી અને સિતાર મ્યુઝિક સોસાયટી દ્વારા સંગીત કાર્યક્રમ ‘વ્રજરાસ સંગમ’નું શનિવાર તા.૨૬-૧૧-૧૬ રાત્રે ૮ થી ૯.૩૦ દરમિયાન શ્રીજી ધામ હવેલી ૫૦૪, મેલ્ટન રોડ, લેસ્ટર, LE4 7SP ખાતે આયોજન કરાયું છે. શયન આરતી સાંજે ૭.૨૦ કલાકે થશે. સંપર્ક. 01162 122 827
• કૌશિક પૂંજાણીના કંઠે બોલિવુડના જૂના અને નવા સુમધુર ગીતોના કાર્યક્રમ ‘એક દિલ સૌ અફસાને’નું શનિવાર તા.૩-૧૨-૧૬ સાંજે ૭ વાગે બુશી એરેના, લંડન રોડ, બુશી WD23 3AA ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8907 0116
• સર્વોદય હિંદુ એસોસિએશન યુકે દ્વારા દિવાળી અને ક્રિસમસની ઉજવણી માટે ડિનર એન્ડ ડાન્સ કાર્યક્રમનું શનિવાર તા.૨૬-૧૧-૧૬ સાંજે ૭.૩૦થી રાત્રે ૧.૩૦ દરમિયાન ચેરી રેડ રેકોર્ડ્સ સ્ટેડિયમ, જેક ગુડચાઈલ્ડ વે, કિંગ્સટન અપોન થેમ્સ, KTI 3PB ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07894 911 560.
• ચિન્મય મિશન, યુકે દ્વારા ધ્યાન વિશે બે દિવસીય કાર્યક્રમ ‘યોર જોયફુલ સેલ્ફ – મેડિટેશન રીટ્રીટ’નું શનિવાર તા.૨૬ સવારે ૧૦થી રવિવાર તા.૨૭ નવેમ્બર, ૨૦૧૬ સાંજે પ વાગ્યા દરમિયાન ચિન્મય વિદ્ધાનગરી, બ્રેમ્બલ ગ્રેન્જ, હેની રોડ, ઓક્સફર્ડ 0X13 6AP ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07775 576 533
• રોક ઓન મ્યુઝિક દ્વારા અરીજીતસિંહના સેલઆઉટ કોન્સર્ટ બાદ યુકેમાં પહેલી વખત મીકા સિંઘ અને દલેર મેંહદીના લાઈવ ઈન કોન્સર્ટનું રવિવાર તા.૨૭-૧૧-૧૬ સાંજે ૬ વાગે SSE એરેના, એન્જિનિયર્સ વે, વેમ્બલી લંડન HA9 0AAખાતે આયોજન કરાયું છે. કાર્યક્રમમાં ટોચના મ્યુઝિશિયન્સ અને ગાયકો ભાગ લેશે. બોલિવુડ ક્વીન ગ્રૂપ દ્વારા ડાન્સ સેગમેન્ટ રજૂ કરાશે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૩ સંપર્ક. 08448 150 815
• ભારતીય લેખિકા વીણા રાવની અંગ્રેજી નવલકથા ‘શાર્લોટસ એન્ડ’નું વિમોચન તેમજ પેનલ ડિસ્કશનનું શનિવાર તા.૫-૧૨-૧૬ સાંજે ૬ વાગે નેહરુ સેન્ટર, ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 7491 3567
• બેન્જ ટ્રાવેલની સ્પેશિયલ ઓફરઃ ૧૯૯૧ની સાલથી એશિયન કોમ્યુનિટીમાં ખૂબ જ જાણીતી બેન્જ ટ્રાવેલે મુંબઈ, ભૂજ, અમદાવાદ, વડોદરા તેમજ દુનિયાના અન્ય દેશમાં જવા માટે એર ટિકિટના ભાવ ખૂબ જ વ્યાજબી રાખ્યા છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૩૨. ફોન કરો ત્યારે ‘ગુજરાત સમાચાર’નો જરૂર ઉલ્લેખ કરવા વિનંતી.
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા છ ગામના તેમજ તમામ ચરોતર પાટીદાર લગ્ન ઈચ્છુક ઉમેદવારો માટે પરિચય મેળાનું રવિવાર તા.૨૭-૧૧-૧૬ બપોરે ૨થી સાંજે ૫.૩૦ દરમિયાન નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ હોલ, ૨૬ બી ટુટિંગ હાઈ સ્ટ્રીટ, ટુટિંગ બ્રોડવે, લંડન SW17 0RG ખાતે આયોજન કરાયું છે. ઉમેદવારોને રેફરન્સ અથવા મદદની જરૂર હશે તો પેરન્ટ્સને હાજર રખાશે. વધુ માહિતી માટે તમારા ગામના કમિટી સભ્યોનો સંપર્ક સાધવો. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં ૨૭ સંપર્ક. પ્રવિણભાઈ 07967 013 871.