સંસ્થા સમાચાર તા. ૨૪-૬-૨૦૧૭ માટે

Wednesday 21st June 2017 07:06 EDT
 

• ચિન્મય મિશન, યુકે દ્વારા ચિન્મય કિર્તી, ૨ એગર્ટન ગાર્ડન્સ, હેન્ડન, લંડન NW4 4BA ખાતેના કાર્યક્રમો • શનિવાર તા.૨૪-૬-૧૭ સવારે ૧૦થી બપોરે ૩.૪૫ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગાસનો, ‘ભગવદ ગીતામાં યોગ’ વિશે પ્રવચન. સંપર્ક. 020 8203 6288 • શનિવાર તા.૧-૭-૧૭ સાંજે ૭.૩૦ વાગે ‘કૃતજ્ઞતા’ શ્રી પ્રભાત રાવનો હિંદુસ્તાની શાસ્ત્રીય અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ સંપર્ક. 07738 176 932
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા રવિવાર તા.૨૫ જૂન ૨૦૧૭ બપોરે ૨થી રાત્રે ૮.૩૦ દરમિયાન ભોજન, ડ્રિંક્સ અને રમતગમત સાથે ‘પીકનીક વીથ ગેમ્સ એન્ડ એન્ટર્ટેનમેન્ટ’નું પ્લેઈંગ ફિલ્ડ્સ, કિંગ્સબરી હાઈસ્કૂલ, પ્રિન્સેસ એવન્યુ, લંડન NW9 9LR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. મહેન્દ્રભાઈ પટેલ07956 458 872
• પૂ. ગિરિબાપુની શિવકથાનું મંગળવાર તા.૨૭-૬-૧૭થી સોમવાર તા.૩-૭-૧૭ સુધી દરરોજ સાંજે ૫થી રાત્રે ૮ દરમિયાન શ્રી રામ મંદિર, ૮, વેલફર્ડ રોડ, બર્મિંગહામB11 1NR ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. અશ્વિન પટેલ 07949 888 226
• પૂ.રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસાના કાર્યક્રમનું રવિવાર તા.૨૫-૬-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન સોશ્યલ ક્લબ હોલ, નોર્થવિક પાર્ક હોસ્પિટલ, હેરો, HA1 3UJ ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• નહેરુ સેન્ટર, યુકે ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો • ગુરુવાર તા.૨૨-૬-૧૭ સાંજે ૬.૩૦ ‘વેદિક જ્ઞાન - આજના વિશ્વમાં’ વિષય પર પેનલ ડિસ્કશન • શુક્રવાર તા.૨૩-૬-૧૭ સવારે ૧૦ યોગા સિમ્પોઝિયમ • સાંજે ૬.૩૦ ‘દેવી સર્વમયમ’ ભરતનાટ્યમ નૃત્ય • મંગળવાર તા.૨૭-૬-૧૭થી શુક્રવાર તા.૩૦-૬-૧૭ સવારે ૧૦થી સાંજે ૬ સુધી ફોટો પ્રદર્શન ‘ચિલ્ડ્રન ઓફ ધ ઈલ્લમ’ • બુધવાર તા.૨૮-૬-૧૭ સાંજે ૬.૩૦ ‘બાગરી ફાઉન્ડેશન લંડન ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ’ • ગુરુવાર તા.૨૯-૬-૧૭ સાંજે ૬.૩૦ ‘ભરતનાટ્યમ માર્ગમ’ નૃત્ય કાર્યક્રમ. સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતેના કાર્યક્રમો • શુક્રવાર તા.૨૩-૬-૧૭થી રવિવાર તા.૨૫-૬-૧૭ સવારે ૧૧થી સાંજે ૬ દરમિયાન ‘કારીગરી’, હસ્તકલાકૃતિઓનું પ્રદર્શન • શનિવાર તા.૨૪-૬-૧૭ સાંજે ૬.૩૦ ‘સિતાર-વીણા-સંગમ’ પુનિતા ગુપ્તા કોન્સર્ટ • રવિવાર તા.૨૫-૬-૧૭ સાંજે ૭.૩૦ ‘મ્યુઝિક ફોર ધ માઈન્ડ એન્ડ સોલ’, સંજય ગુહા (સિતાર)અને સુદેષ્ણા ભટ્ટાચાર્ય (સરોદ) સંપર્ક. 020 7381 3086
• જાસ્પર સેન્ટર રોઝલીન ક્રેસન્ટ, હેરો HA1 2SU ખાતેના કાર્યક્રમો • દર ગુરુવારે સાંજે ૬.૩૦ થી ૮.૩૦ જલારામ બાપાના ભજન અને પ્રસાદ • દર શનિવારે બપોરે ૧ થી ૩ હનુમાન ચાલીસાના પાઠ થાય છે. સંપર્ક. 020 8861 1207
• શ્રીનાથજી હવેલી, શુદ્ધ પુષ્ટિમાર્ગીય હવેલી, WASP, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW દરરોજ સવારે ૭.૦૦થી સાંજે ૭.૦૦ સુધી ખુલ્લી રહેશે. આ ઉપરાંત મંગળા, રાજભોગ, ઉથાપન, ભોગ શયન દર્શન થશે. હવેલીમાં મંગળભોગ, પાલના ભોગ, રાજભોગ, શાકઘર- પ્રિયાજી પાલના, ગૌમાતાજી થુલી સેવાના મનોરથોનો લાભ મળશે. વૈષ્ણવો માટે અન્ય તમામ પ્રસંગોનું આયોજન કરી શકાશે. સંપર્કઃ 07958 275 222
• શ્રી જલારામ જ્યોત મંદિર, WASP , રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતે દૈનિક ભજનઃ બપોરના ૧૨થી ૧ અને સાંજના ૬થી ૭ સુધી, દર ગુરુવારે ભજન-પ્રસાદ સાંજે ૬.૩૦થી ૯.૧૫ અને દર શનિવારે હનુમાન ચાલીસા-પ્રસાદ સવારે ૧૦.૦૦થી બપોરે ૧ સુધી થશે. દરરોજ બપોરે ૧થી ૨ સુધી સદાવ્રતનો લાભ મળશે. સંપર્ક. 020 8902 8885