• શ્રી રામકૃષ્ણ સેન્ટર, આલ્ફ્રેડ સ્ટ્રીટ, લફબરો LE11 1NG ખાતે નરસીભાઈ રાજગોર દ્વારા શ્રી દેવી ભાગવત જ્ઞાનયજ્ઞનું શનિવાર તા.૯-૯-૧૭થી રવિવાર તા.૧૭-૯-૧૭ દરમિયાન આયોજન કરાયું છે. સમયઃ શનિવાર અને રવિવાર સવારે ૧૦થી બપોરે ૧૨, સોમથી શુક્ર સાંજે ૫થી ૭.૩૦. દરરોજ પ્રસાદની વ્યવસ્થા છે. સંપર્ક. 01509 218 274
• શ્રીનાથજી હવેલી, રેપ્ટન એવન્યુ, સડબરી, વેમ્બલી HA0 3DW ખાતેના કાર્યક્રમો - શનિવાર તા.૯-૯-૧૭ બપોરે ૪થી સાંજે ૭ દરમિયાન પૂ.યોગેશકુમારજી મહોદય દ્વારા વચનામૃત અને બધાઈ ગાન કિર્તન – મંગળવાર તા.૧૨ સપ્ટે. અને બુધવાર તા.૧૩ સપ્ટે. બપોરે ૪થી સાંજે ૭ પૂ.યોગેશકુમારજી મહોદય દ્વારા વચનામૃત. સંપર્ક. 07958 275 222
• બ્રેન્ટ હિંદુ કાઉન્સિલ દ્વારા શનિવાર તા.૯-૯-૧૭ સાંજે ૮ વાગે દિવંગત સ્વજનોની યાદમાં શ્રાદ્ધ ભજનોના કાર્યક્રમનું આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ,સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4JE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07984 212 291
• એશિયન ફ્યુનરલ ડાયરેક્ટર્સ દ્વારા રવિવાર તા.૧૦-૯-૧૭ બપોરે ૨.૩૦ વાગે દિવંગત સ્વજનોની યાદમાં ભજન અને કિર્તનના કાર્યક્રમનું આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, સ્ટેનલી એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA0 4JE ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8900 9252
• ગુજરાત હિંદુ સોસાયટી, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન PR1 8JNખાતે રવિવાર તા.૧૦-૯-૧૭ બપોરે ૩ વાગે મુખ્ય હોલમાં વાર્ષિક જાહેર સભાનું આયોજન કરાયું છે. સંપર્ક. 01772 253 901
• ચિન્મય મિશન યુકે દ્વારા ભગવદ ગીતા - ધ સાયન્સ ઓફ લાઈફ- પર સ્વામી સ્વરૂપાનંદની કથાનું મંગળવાર તા.૧૨-૯-૧૭થી રવિવાર તા.૧૭-૯-૧૭ દરમિયાન રોયલ નેશનલ હોટલ, બેડફર્ડ વે, બ્લૂમ્સબરી, લંડન સંપર્ક. 020 8203 6288 વધુ વિગત માટે જુઓ જાહેરાત એશિયન વોઈસ પાન નં..૨૧
• આદ્યશકિત માતાજી મંદિર, ૫૫ હાઈસ્ટ્રીટ, ક્રાઉલી મીડલસેક્સ UB8 2DZ ખાતે શનિવાર તા.૯-૯-૧૭ બપોરની આરતી બાદ હનુમાન ચાલીસા અને રવિવાર તા.૧૦-૯-૧૭ બપોરે ૩ વાગે ભજન અને બાદમાં મહાપ્રસાદનું આયોજન કરાયું છે. સંપર્ક. 07822 253 540
• પૂ. રામબાપાના સાનિધ્યમાં શ્રી જીજ્ઞાસુ સત્સંગ મંડળ દ્વારા શ્રી ૧૦૮ હનુમાન ચાલીસા પાઠનું રવિવાર તા.૧૦-૯-૧૭ સવારે ૧૧થી સાંજે ૫ દરમિયાન માંધાતા યુથ એન્ડ કોમ્યુનિટી સેન્ટર, રોઝમેડ એવન્યુ, વેમ્બલી, મીડલસેક્સ HA9 7EEખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 020 8459 5758
• BAPS સ્વામિનારાયણ સત્સંગ મંડળ હેરો/બ્રેન્ટ દ્વારા મહંત સ્વામી મહારાજ જન્મ જયંતીનું બુધવાર તા.૧૩-૯-૧૭ સાંજે ૭ વાગે કેનન્સ હાઈસ્કૂલ, શેલ્ડન રોડ, એજવેર HA8 6AN ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. 07905 064 484
• નહેરુ સેન્ટર, યુકે, ૮, સાઉથ ઓડલી સ્ટ્રીટ, લંડન W1K 1HF ખાતેના કાર્યક્રમો - શુક્રવાર તા.૮-૯-૧૭ સાંજે ૬.૩૦ સુબીમલ દત્તની બાયોગ્રાફી પર ચર્ચા - સોમવાર તા.૧૧-૯-૧૭થી શુક્રવાર તા.૧૫-૯-૧૭ સાંજે ૬.૧૫ અશોક અદેપાલનું કાર્ટૂન સેલ્ફી પ્રદર્શન – સોમવાર તા.૧૧-૯-૧૭ સાંજે ૬.૩૦ નૃત્યાશ્રી અલકનંદાનો નૃત્ય કાર્યક્રમ - મંગળવાર તા.૧૨-૯-૧૭ સાંજે ૬.૩૦ મિહિર બોઝના પુસ્તકનું વિમોચન – બુધવાર તા.૧૩-૯-૧૭ સાંજે ૬.૩૦ ભારતીય ડોક્યુમેન્ટરી ફિલ્મ સંપર્ક. 020 7491 3567
• ધ ભવન - ભારતીય વિદ્યા ભવન 4 A, કેસલટાઉન રોડ, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HEખાતે શનિવાર તા.૧૬-૯-૧૭થી સાંજે ૬.૩૦ બંગાળી સંગીતનો કાર્યક્રમ – શનિવાર તા.૧૬-૯-૧૭થી મંગળવાર તા.૧૯-૯-૧૭ સવારે ૧૧થી સાંજે ૭ નમ્રીતા મંગનાનીના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન સંપર્ક. 020 7381 3086
• પંકજ સોઢા પ્રસ્તુત નાટક 'વહુ HI-FI સાસુ WI-FI'ના શો - શુક્રવાર તા.૧૫-૯-૧૭ સાંજે ૭ ભારતીય વિદ્યા ભવન, વેસ્ટ કેન્સિંગ્ટન, લંડન W14 9HE સંપર્ક. 020 8427 3413 – શનિવાર તા.૧૬-૯-૧૭ રાત્રે ૮ બર્મિંગહામ પ્રગતિ મંડળ, બર્મિંગહામ B11
નવરાત્રિ મહોત્સવ
• SKLPC, UK દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૭.૩૦થી રાત્રે ૧૧ સુધી ગ્રાન્ડ મર્કી, ઈન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, નોર્થોલ્ટ, મીડલસેક્સ UB5 6RE ખાતે નવરાત્રિ મહોત્સવ ૨૦૧૭નું આયોજન કરાયું છે. વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૨૯
• લોહાણા કોમ્યુનિટી ઈસ્ટ લંડન દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન સાંજે ૭.૩૦થી ઓએસિસ બેન્ક્વેટિંગ, થેમ્સ રોડ, બાર્કિંગ, એસેક્સ IG1 0HZ ખાતે નવરાત્રિ ૨૦૧૭નું આયોજન કરાયું છે. શનિવાર ૭-૧૦-૧૭ સાંજે ૭.૩૦થી શરદપૂનમની ઉજવણી થશે. સંપર્ક. 07940 587 711 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૨૮
• છ ગામ નાગરિક મંડળ, યુકે દ્વારા ગુરુવાર તા.૨૧-૯-૧૭થી શનિવાર તા.૩૦-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૭.૩૦થી કિંગ્સબરી ગ્રીન સ્કૂલ, ઓલ્ડ કેન્ટન લેન, લંડન NW9 9ND ખાતે ગરબાનું આયોજન કરાયું છે. સંપર્ક. 07870 425 967 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં.૨૮
• બેલિસ હાઉસ દ્વારા મંગળવાર તા.૨૬-૯-૧૭થી ગુરુવાર તા.૨૮-૯-૧૭ દરમિયાન દરરોજ સાંજે ૬.૩૦થી બેલિસ હાઉસ, સ્ટોક પોગ્સ લેન, સ્લાઉ, SL1 3PB ખાતે નવરાત્રિ ફેસ્ટિવલ- દાંડિયા નાઈટ્સનું આયોજન કરાયું છે. સંપર્ક. 01753 555 555 વધુ વિગત માટે જુઓ જાહેરાત પાન નં. ૨૯
સાભાર સ્વીકાર
• શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ, અમદાવાદ દ્વારા ઈંગ્લિશ અને ગુજરાતીમાં પ્રકાશિત માસિક શ્રી સ્વામિનારાયણનો ઓગસ્ટનો અંક મળ્યો છે.
• સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત ગુજરાતી માસિક સ્વામિનારાયણ બાળપ્રકાશનો ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• હરે ક્રિષ્ણા મુવમેન્ટ દ્વારા પ્રકાશિત ઈંગ્લિશ દ્વિમાસિક 'બેક ટુ ગોડહેડ'નો જુલાઈ-ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• શ્રી ચરોતર મોટી સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ – માતૃસંસ્થા દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત માસિક સમાજ ગોષ્ઠિનો ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• અનુપમ મિશન દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત માસિક બ્રહ્મનિર્ઝરનો ઓગસ્ટ ૨૦૧૭નો અંક મળ્યો છે.
• વસો કેળવણી મંડળ દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત વસો માસિક પત્રિકાનો જુલાઈ ૨૦૧૭નો અંક મળ્યો છે
• સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા ગુજરાતીમાં પ્રકાશિત માસિક સ્વામિનારાયણ પ્રકાશનો ઓગસ્ટ, ૨૦૧૭નો અંક મળ્યો છે.