લંડનઃ કચરો એકત્ર કરવાના સ્થળો પર કચરાના ઢગ ન થાય અને દરિયાને પ્રદૂષિત થતો અટકાવી શકાય તે માટે દરેક પ્લાસ્ટિક બોટલ કે કન્ટેઈનરની ખરીદી પર ગ્રાહકોને ૧૦ અથવા ૨૦ પેન્સ વધુ ચૂકવવાની ફરજ પાડવા અંગે સરકાર વિચારણા કરી રહી છે.
જોકે, ડિપોઝિટ રિટર્ન સ્કીમ હેઠળ ગ્રાહકો આ રકમ પરત મેળવી શકશે. સ્કોટલેન્ડમાં આ વિચારને અમલી બનાવીને ૫ પેન્સનો પ્લાસ્ટિક બેગ ટેક્સ વસૂલ કરાય છે. પ્રધાનો પણ આ પ્રકારનો પ્રોજેક્ટ ઈંગ્લેન્ડમાં સફળ બનાવવા માટે સંખ્યાબંધ રસ્તા વિચારી રહ્યા છે. યુરોપ, અમેરિકા અને કેનેડામાં આવી યોજનાઓ લોકપ્રિય બની છે.