120 દેશોની સુંદરીઓ દ્વારા ‘બાપુ’ને અંજલિ

Wednesday 28th February 2024 08:35 EST
 
 

મિસ વર્લ્ડ ઓર્ગેનાઇઝેશનનાં સીઇઓ જુલિયા માર્લે અને મિસ વર્લ્ડમાં ભાગ લઈ રહેલી સુંદરીઓ તાજેતરમાં રાજઘાટ પહોંચી હતી અને મહાત્મા ગાંધીને ભાવસભર શ્રદ્ધાંજલિ આપી હતી. રાજઘાટની આ મુલાકાત સાથે જ 71મી મિસ વર્લ્ડ સ્પર્ધાનો સત્તાવાર પ્રારંભ થયો છે. ‘બાપુ’ને અંજલિ અર્પ્યા બાદ તમામ સુંદરીઓએ ગાંધી નેશનલ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. આ તમામ સ્પર્ધકો માટે ગાંધીજીના વારસાને સમજવા માટે એક સુવર્ણ તક હતી. ઉલ્લેખનીય છે કે ભારતમાં 28 વર્ષના લાંબા ગાળા બાદ મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, અને તેના ભાગરૂપે આ સુંદરીઓ ભારત પહોંચી છે. આ બ્યૂટિ કોન્ટેસ્ટની ફાઇનલ નવમી માર્ચના દિવસે મુંબઇમાં યોજાશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter