4.7 ફૂટ લાંબા વાળ કપાવવા 2.5 લાખ પાઉન્ડની ઓફર

Saturday 19th August 2023 05:49 EDT
 
 

દરેક સ્ત્રી ઈચ્છતી હોય છે કે તેના વાળ જાડા, લાંબા અને સુંદર હોય. આ ઇચ્છાને પૂર્ણ કરવા માટે તે ઘરગથ્થુ અને બહારના તમામ ઉપાયો પણ અજમાવતી હોય છે. જોકે લાખ પ્રયત્નો કરવા છતાં લાંબા અને સુંદર વાળની ઇચ્છા પૂર્ણ થતી નથી. બીજી બાજુ કેટલીક મહિલાઓ એવી છે જેમને કુદરતી રીતે સુંદર વાળ મળ્યા છે. આવી જ એક યુવતી બ્રિટનના બ્રિસ્ટોલની ઉદ્યોગસાહસિક જાસ્મીન લાર્સન પણ છે, જેના વાળની કિંમત 2.5 લાખ પાઉન્ડ સુધી પહોંચી હોવા છતાં તેણે હજુ સુધી કાતરનો ઉપયોગ કર્યો નથી. 22 વર્ષની જાસ્મિનના વાળ એટલા સુંદર છે કે તેને જોતાં જ કોઈ પણ તેના પ્રેમમાં પડી જાય છે. જાસ્મિનના ચમકદાર અને લાલ રંગના વાળ છેક તેના ઘૂંટણ સુધી પહોંચે છે અને તેની કુલ લંબાઈ 4 ફૂટ 7 ઇંચ છે. જાસ્મીનને તેના વાળ કપાવવા માટે સેંકડો ઓફર મળી ચૂકી છે. એક વ્યક્તિએ તો તેને લાંબા વાળ કપાવવા માટે 2.5 લાખ પાઉન્ડની ઓફર કરી છે.




to the free, weekly Gujarat Samachar email newsletter