અમેરિકાનાં લિનિયા સાલ્વોએ 72 વર્ષની ઉંમરે 3,352 કિમી સાઇક્લિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. તેમણે આ ટ્રિપ 43 દિવસમાં પૂરી કરી છે. લિનિયા સાલ્વોના નામે અગાઉ પણ કેટલાક વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલા છે. 2016માં તેમણે કેલિફોર્નિયાના ઓશનસાઇડથી બેથાની બીચ સુધી સાઇક્લિંગ કરીને રેકોર્ડ સર્જ્યો હતો. 2018માં પણ 68 વર્ષની ઉંમરે છે કેનેડાની ટ્રિપ મારીને રેકોર્ડ સર્જ્યો હતો. લિનિયા કહે છે કે મારા રેકોર્ડ ઉંમરના છે, સ્પીડના નહીં. હું ધીમે ધીમે જ સાઇકલ ચલાવું છું, જેથી મારો શ્વાસ પણ ફુલાતો નથી.