75 વર્ષનાં બોડી બિલ્ડર આઇરિસ ડેવિસ

Wednesday 29th June 2022 07:00 EDT
 
 

ન્યૂ યોર્કઃ તેમનું નામ છે આઇરિસ ડેવિસ. ઉંમર છે 75 વર્ષ અને કામ કરે છે પર્સનલ ટ્રેનર તરીકે. તેઓ ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યાં છે અને ઉંમરે સતત ૨૧ પુલ-અપ્સ કરવાનો રેકોર્ડ પણ તેમનાં નામે છે. વાત ભલે માન્યામાં આવે તેવી ના લાગતી હોય, પણ હકીકત છે.
આયરલેન્ડનાં આઇરિસે ખરેખર તો ડિપ્રેશનની સામે લડવા માટે બોડી બિલ્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રસ પડ્યો તો 50 વર્ષની ઉંમરમાં પહેલી વાર કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તે પછી આજ સુધીમાં 11 ઇન્ટરનેશનલ ટાઇટલ જીતી ચૂકયાં છે. આ સિવાય તેઓ 18થી 80 વર્ષની ઉંમરમાં લોકોને ટ્રેનિંગ પણ આપે છે.
આઇરિસનાં 14 ભાઈ-બહેન હતા. ઘરની આર્થિક હાલત એટલી કંગાળ હતી કે એક ટોસ્ટ માટે પણ લડતાં હતાં. 17મા વર્ષે તો આઇરિસનાં લગ્ન થઈ ગયા. 18 વર્ષની ઉંમરે તેમણે બાળકને જન્મ આપ્યો અને બે મહિના પછી તે મૃત્યુ પામ્યું. આ પછી તેઓ પતિ સાથે ઇંગ્લેન્ડ પહોંચ્યા. અહીં તેમણે બીજા બાળકને જન્મ આપ્યો. આઇરિસની ઉંમર 22 વર્ષની થઈ ત્યારે બીમારીના કારણે તેમના પતિનું મૃત્યુ થઈ ગયું. આ પછી આઇરિસ ડિપ્રેશનમાં સરી પડ્યાં. જતી રહી. કેટલાંક મહિના પછી તે જોબ માટે બાળકની સાથે અમેરિકા જઇ પહોંચ્યા.
આઇરિસ કહે છે કે મેં 23 વર્ષની ઉંમરમાં પહેલી વખત જીમ જોઈને કર્યું. ફિટ રહેવું મારી જરૂરિયાત હતી અને તેણે મને ડિપ્રેશનમાંથી બહાર કાઢવામાં મદદ પણ કરી. પરંતુ 40 વર્ષની ઉંમરમાં એક વાર ફરીથી ટ્રેજેડી થઈ. સ્ટ્રેસ અને ઓવરવર્કના કારણે હું તમામ બાબતો ભુલવા લાગી. એક દિવસ ઉઠી તો મને એ પણ યાદ ના રહ્યું કે હું કોણ છું? દોઢ વર્ષ આનાથી હેરાન થયા પછી મને બોડી બિલ્ડિંગ કરવાની તાકાત મળી.
આના એક વર્ષ પછી 50 વર્ષની ઉંમરમાં પહેલી વખત બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો. હું બીજા નંબર પર રહી. ત્યારે 60ના દશકામાં અમેરિકામાં મહિલાઓનું જિમ જવું સામાન્ય બાબત ન હતી. 62 વર્ષની ઉંમરમાં તેમણે ફ્લોરિડા સ્ટેટ ચેમ્પિયનશીપ જીતી હતી.
આઇરિસ કહે છે કે એ સમયે મહિલા બોડી બિલ્ડર હોય તેવું ભાગ્યે જ ક્યાંય જોવા મળતું હતું. હું જ મારું મોટિવેશન હતી. બોડી બિલ્ડર બનવાના મારા નિર્ણયે મારી જિંદગી જ ના બચાવી, પરંતુ મારી જિંદગી પણ બનાવી એમ કહી શકાય.
આઇરિસ કહે છે કે જો હું 75 વર્ષની ઉમરે પણ બોડી બિલ્ડિંગ કરી શકતું હોય તો બીજું કોઈ પણ આ કરી શકે છે. હું હવે દોઢથી ત્રણ કલાક જીમમાં સમય આપું છું. ઇંડાં, આમલેટ, ટોસ્ટ, ફળ, ચિકન અને ભાત મારા ડાયટમાં છે. મારી લાંબી ઉંમરનો રાઝ છે હું મારી જાતને 25 વર્ષની નાની માનું છું અને ડાન્સ તથા મ્યુઝિક કરું છું. હું કોઈને ફોલો કરતી નથી. આઇરિસે તેની સફળતાનો રસ્તો જાતમહેનતથી કંડાર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter