સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) જંગલ યુદ્ધમાં કાબેલ ‘કોબ્રા કમાન્ડો બટાલિયન’માં મહિલાઓ સામેલ કરવાની તૈયારી ભારતમાં ચાલી રહી છે. ઇન્ટેલિજન્સ સૂચના આધારિત જંગલ યુદ્ધ અભિયાનો માટે ફોર્સે ૨૦૦૯માં ‘કમાન્ડો બટાલિયન ફોર રેઝોલ્યુશન એક્શન’ (કોબ્રા)ના ૧૨ હજાર જવાનોવાળા ૧૦ એકમ બનાવ્યા હતા. CRPF પ્રમુખ એ પી મહેશ્વરીએ તાજેતરમાં કહ્યું કે, અમે કોબ્રામાં મહિલાઓને સામેલ કરવા બાબતે વિચારી રહ્યા છીએ.
મોટાભાગની કોબ્રા ટીમ નક્સલ પ્રભાવિત રાજ્યોમાં તહેનાત છે. CRPFમાં ૧૯૮૬માં પ્રથમ મહિલા બટાલિયન બન્યું હતું. ફોર્સમાં હજુ પણ આવા ૬ એકમ છે. આંતરિક સુરક્ષા માટે CRPFનું બન્યું છે. CRPFમાં ૧૯૮૬થી મહિલાકર્મીઓ છે. ફોર્સમાં હજુ પણ આશરે ૩.૨૫ લાખ કર્મી છે. આ દેશનું સૌથી મોટું અર્ધસૈનિક બળ છે. તેની રચના આંતરિક સુરક્ષાના ઉદ્દેશ માટે કરવામાં આવી હતી.