ચહેરા પર ખીલ થવા, તૈલીય ત્વચા જેવી સામાન્ય તકલીફો સુંદરતાને ખરાબ કરે છે. બોલિવૂડની સુંદરીઓ પોતાની ત્વચાની સારસંભાળ ફક્ત બ્યુટીપાર્લરના સહારે જ નહીં, પરંતુ ઘરગથ્થુ ઉપાયો કરીને પણ રાખે છે. તેઓ પોતાના બ્યુટી રુટિનમાં એવા ફેસ્ક માસ્ક લગાડે છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે સ્કિન પ્રોબેલમ્સને પણ દૂર કરવામાં મદદ કરે છે.
• રકુલ પ્રીત સિંહઃ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ રોજિંદા જીવનમાં અલગ-અલગ પ્રકારના ફેસ માસ્કનો ઉપયોગ કરે છે. જેમાં તેને કેળામાંથી બનાવેલો માસ્ક બહુ પસંદ છે. આ માટે એક કેળાને છૂંદી તેમાં એક ચમચી લીંબુનો રસ અને એક ચમચી મધ ભેળવીને બરાબર મિકસ કરીને પેક તૈયાર કરવો. આ ફેસ પેકને ચહેરા પર લગાડી ૧૫ મિનિટ પછી ધોઇ નાંખો. આ ફેસ પેક ત્વચા પર ખૂબ જ અસરકારક છે. પહેલી વખતમાં જ ત્વચામાં ફરક જોવા મળશે.
• અલાયા ફર્નિચરવાલાઃ પૂજા બેદીની પુત્રી અલાયા ફર્નિચરવાલા પોતાની ત્વચાની કાળજી માટે બેસન, હળદર, મધ અને દૂધને મિક્સ કરીને પેક બનાવી ચહેરા પર લગાડે છે. સુકાઇ ગયા પછી ચહેરો ધોઇ નાખે છે.
• શ્રદ્ધા કપૂરઃ શ્રદ્ધા કપૂર ત્વચાની કાળજી માટે કોપરેલ અથવા જોજોબા તેલ લઇને તેમાં ચણાનો લોટ ભેળવી પેક બનાવી ચહેરા પર લગાડે છે. આ પેક સુકાઇ જાય એટલે રોટેટિંગ મેનરમાં ધીરે ધીરે રબ કરીને કાઢી નાંખવું અને ચહેરો ધોઇ નાખવો. આ મિશ્રણ ફેસપેક હોવાની સાથે સ્ક્રબ તરીકે પણ ઉપયોગમાં આવે છે.
• અદિતી રાવ હૈદરીઃ અદિતી રાવ હૈદરી પોતાની ત્વચાની વધુ કાળજી રાખે છે. તે એલોવેરા અને ચંદન પાવડરનો ફેસ માસ્ક બનાવવા માટે ઉપયોગમાં લે છે. પેસ્ટ બનાવીને ચહેરા પર લગાડીને થોડી વાર રહીને ધોઇ નાખે છે. આ પેકથી ત્વચા હેલ્ધી અને ચમકીલી થાય છે. તે બન્ને ઇન્ગ્રિડિઅન્સના ઉપયોગ હંમેશા કરે છે.
• ક્રિતી સેનોનઃ બોલિવૂડની આ સુંદરીને પણ કુદરતી ચીજ-વસ્તુઓમાંથી બનાવેલો પેક વાપરવો પસંદ છે. એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, બદામનો ભૂક્કો અને દૂધ ભેળવીને પેક બનાવે છે. ચહેરા પર લગાડીને ૧૫ મિનિટ પછી ધોઈ નાખવું. ક્રિતીનું કહેવું છે કે આ ફેસ પેક ઘરગથ્થુ ચીજોમાંથી બનેલા હોવાથી ત્વચાને નુકસાન નથી પહોંચાડતા તેમજ ત્વચા માટે ફાયદાકારક નીવડે છે.