આ છે ૧૭ વર્ષની તેજલ પાલિયા, જે ૫૧ દિવસથી લંડનના રોયલ ડર્બી હોસ્પિટલમાં દાખલ છે. આ દરમિયાન તેણે ૧૨ દિવસ તો આઇસીયુ (ઇન્ટેસિવ કેર યુનિટ)માં રહેવું પડ્યું અને ૩૦ દિવસથી રિકવરીના પ્રયાસ કરી રહી છે. બન્યું એવું કે એક દિવસ તેના હાથ-પગ અચાનક કામ કરતાં બંધ થઇ ગયા હતા. હવે તેજલ ધીમે-ધીમે સાજી થઇ રહી છે અને તાજેતરમાં જ તેણે એ-લેવલની પરીક્ષા આપી છે. આ દરમિયાન તે આઠ પરીક્ષા આપી ચૂકી છે. તેજલ જણાવે છે કે, મેં રિકવરી દરમિયાન થોડીક બુક્સ વાંચી અને પાછલા તમામ પેપર્સ જોયા, મને લાગ્યું કે હવે પરીક્ષા આપી શકીશ. અને એક પછી એક તેણે આઠ પરીક્ષા આપી છે. તેજલ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કેમિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ કરવા માગે છે.