નવરાત્રી અને દિવાળી નજીક છે ત્યારે તહેવારોમાં તૈયાર થવા માટે પણ માનુનીઓ ચોક્કસ આયોજન કરતી હોય છે. ખાસ કરીને પ્રસંગે આંખો સૌથી આકર્ષક દેખાય એ માટે વિવિધ પ્રયત્નો કરતી હોય છે. આખા ચહેરા પર ભલે મેક અપ ન કર્યો હોય, પણ આઈ લાઈનર, કાજલ, મશ્કારા થકી આંખો જરૂરથી શણગારી હોઈ છે. સામાન્ય રીતે દરેક યુવતીઓને આંખોનાં વિવિધ પ્રકારના મેકઅપ લુભાવતાં હોય છે. તેમાં આઈ શેડો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
રેગ્યુલર આઈ મેકઅપ
- સિમ્પલ અને ફ્રેશ લૂક માટે માત્ર આંખની નીચેના ભાગમાં એટલે કે નીચેની પાંપણમાં લાઈનર લગાવો. આ લૂક સાથે સોફ્ટ પિન્ક કલરની લિપસ્ટિક સારી દેખાશે.
- બંને પાપણ પર આઈ લાઈનર લગાડી આઈ મેકઅપને હાઈલાઈટ પણ કરી શકો છો. એ લૂક સાથે પણ તમે લાઈટ શેડની લિપસ્ટિક લગાડી શકો છો.
- રેગ્યુલર મેકઅપ માટે પિન્ક,પીચ, જેવા બેઝિક અને સોફ્ટ કલરના આઈ શેડોનો ઉપયોગ કરી શકો છો.
- એવી જ રીતે મસ્કરા અને કાજલની પસંદગી પણ જરૂરત મુજબ કરી લગાવી શકાય છે.
- રેગ્યુલર મેકઅપ માટે તમે ટ્રાન્સપેરેન્ટ મસ્કરાનો ઉપયોગ પણ કરી શકો છો.
પાર્ટી મેકઅપ
- સ્મોકી લૂક માટે કાર્બન આઈ શેડો ટ્રાય કરો,આજકાલ એ ટ્રેન્ડી લૂક માટે પસંદીનો બન્યો છે. પણ હા સ્મોકી આઈ મેકઅપ સાથે લિપ મેકઅપ નેચરલ જ રાખો.
- બ્લેક આઈ લાઈનરથી ફ્લિક્સ બનાવી આંખોને દ્રામેટિક લૂક આપો આ લૂક ખાસ ટીન એજની યુવતીઓ પસંદ કરી રહી છે.
- પેસ્ટલ ગ્રીન આઈશેડો સાથે ગ્લિટરનું કોમ્બિનેશન પાર્ટી માટે બેસ્ટ ઓપશન છે. જેની સાથે તમે બ્લેક કાજલ અને આઈ લાઈનર અને મસ્કરા પણ લગાવી શકો છો.
- આજકાલ ઇલેક્ટ્રિક શેડના સ્મજડ જેલ લાઈનર ફેશનમાં છે. તમે તને ઉપર અને નીચે એમ બંને પાપણો પર લગાવી શકો છો.
- પાર્ટી લૂક માટે ગ્લિટર લેશિશ અપનાવી શકો છો, જે ફેશનની સાથે નવો લૂક પણ આપે છે.
- પ્રોમીનન્ટ આઈ લાઈનર લગાવી અને લાંબા ફ્લિક્સ બનાવવા એ આજનો ક્લિઓપેટ્રા લૂક છે.
- બેબી લૂક આઈ લાઈનર પણ ફેશન બની છે. જેની સાથે લાંબા ફ્લિક્સ કયુટ લૂક આપે છે.
- ગ્રાફિક આઈઝ પણ ફેશનમાં છે જેના માટે કોલ લીકવીડ આઈ લાઇનરને વેસેલીન સાથે મિક્સ કરી એપ્લાઇ કરવામાં આવે છે.
- ફોક આઈ લેશિશ પણ યુવતીઓના પ્રિય છે, જે તમારા આઈ મેકઅપને બોલ્ડ લૂક આપે છે.
- આઈ મેકઅપ માટે બ્લેક કાજલ લગાવી અપાર આઇલિડ પાર બ્લેક લાઇનરથી વિંગ્ડ લાઈનર લગાવો તે પણ સુંદર લાગે છે.