દૂધનું નામ સાંભળીને આમ તો દરેકનું મોંઢું ઉતરેલી કઢી પીધી હોય એવું થઈ જાય છે, પણ ખરેખર તો મુરઝાયેલા સૌંદર્યને નિખારવા માટે દૂધ અકસીર છે. કેમિકલ યુક્ત સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવા કરતાં કે અન્ય કોઈ રીતે સુંદર દેખાવાનો પ્રયત્ન કરવા કરતાં દૂધનો ઉપયોગ વધુ લાભદાયી ગણાય. એ વાતમાં બે મત નથી કે સ્વસ્થ શરીર ધરાવતી માનુનીઓની બાહ્ય સુંદરતા આપોઆપ ઝળકે છે. તેની પાછળ દૂધ મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. જેનું આરોગ્ય સારું ન હોય તે લાખ પ્રયત્ન કરે તોય કાયમી સુંદરતા ન મેળવી શકે. આપણા સૌંદર્યને નિખારવામાં દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે. માત્ર બાહ્ય સૌંદર્ય માટે નહીં, પણ આંતરિક સુંદરતા માટે પણ દૂધ લાભકારી છે. સ્વાભાવિક રીતે જ આંતરિક સૌંદર્ય એટલે કે સ્વસ્થ શરીરને કારણે ચહેરા પર પણ દૂધના સેવનથી ચમક આવે છે.
આપણા દેશમાં સૌંદર્ય નિખારવા માટે દૂધનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. આપણી પૌરાણિક કથાઓમાં જણાવ્યા મુજબ આપણા રાજમહારાજાઓ ચોક્કસ પ્રસંગે દૂધથી નહાતા. આજે પણ ચોક્કસ પ્રસંગોએ દુગ્દસ્નાનનો રિવાજ જોવા મળે છે.
દૂધ એક અચ્છા ક્લિન્ઝરની ગરજ સારે છે. દૂધમાં રહેલા લેક્ટિક એસિડમાં મોજૂદ તત્ત્વ અલ્ફા હાઈડ્રાજિલ ત્વચાની સફાઈ કરે છે. આ તત્ત્વથી તડકાને લીધે કાળી પડેલી ત્વચામાં ફરક પડે છે. તેથી જ સનબર્ન પછી ત્વચા પર દૂધ લગાવવામાં આવે તો સનબર્નમાં રાહત મળે છે.
જો ત્વચાના છિદ્રો મોટા હોય તો ફાટેલું દૂધ લગાવવાથી ફાયદો થાય છે. એક વાટકીમાં તાજું દૂધ લઈને તેમાં લીંબુનો રસ ભેળવો. રાત્રે સૂવાથી પહેલા રૂ વડે આ મિશ્રણ ચહેરા અને ગરદન પર લગાવો. ટિશ્યુ પેપર વડે વધારાનું દૂધ લૂછી નાખો. જો તમારી ત્વચા તૈલીય હોય તો સ્કિમ્ડ મિલ્ક ચહેરા પર લગાવી થોડીવાર રહેવા દો. ત્યાર બાદ નવશેકા પાણીથી ચહેરો ધોઈ નાખો. તેવી જ રીતે સુકી ત્વચા માટે ક્રીમવાળા દૂધનો ઉપયોગ કરો. દૂધ એક પ્રાકૃતિક એન્ટિબાયોટિક છે. તેનાથી ખરજવા, ખસ જેવા ત્વચા રોગમાં રાહત મળે છે. એટલું જ નહીં, દૂધ ચામડી પર આવતો સોજો પણ અટકાવે છે.
આ ઉપરાંત દૂધ એક અચ્છા મોઈશ્ચરાઈઝરની ગરજ પણ સારે છે. સૂકી ત્વચાને મુલાયમ બનાવે છે. એક કપ ઠંડા દૂધમાં ત્રણ સ્ટ્રોબેરીની પેસ્ટ અને એક નાની ચમચી ગ્લિસરીન ભેળવો. આ મિશ્રણને સાફ બોટલમાં નાખીને ફ્રીઝમાં મુકી રાખો. સમયાંતરે આ મિશ્રણ લગાવતા રહેવાથી ત્વચા મુલાયમ બને છે. આ મિશ્રણનો ઉપયોગ કરવાથી પહેલા બોટલને સારી રીતે હલાવો. દૂધમાં રહેલી ક્રીમ અને પ્રોટીન ચહેરા પરની કરચલી દૂર કરવામાં સહાયક પુરવાર થાય છે. તેવી જ રીતે ત્વચાની રંગત નિખારવા પણ દૂધનો ઉપયોગ સફળ સાબિત થયો છે.
દૂધ હળવા બ્લીચનું કામ કરે છે. એક કપ દૂધમાં એક ચમચી સંતરાનો રસ અને એક ચમચી મધ નાખીને સારી રીતે મિક્સ કરો. આ મિશ્રણ નિયમિતરૂપે ચહેરા પર લગાવવાથી તે કુદરતી બ્લીચની ગરજ સારશે. ઢીલી પડી ગયેલી ત્વચાને ટાઈટ કરવામાં પણ દૂધ ખપ લાગે છે. જે તપેલીમાં દૂધ ગરમ કર્યું હોય તે તપેલીના કિનારે દૂધ અને તેની મલાઈ સુકાઈ જાય છે. આ સુકાઈ ગયેલા દૂધને ચમચી વડે કાઢી લઈને તેમાં થોડાં ટીપાં મધ તેમજ ગુલાબજળ નાખીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણ ચહેરા અને ગરદન પર લગાવીને પંદર મિનિટ રહેવા દો. ત્યાર બાદ ઠંડા પાણી વડે ચહેરો ધોઈ નાખો. ઢીલી પડી ગયેલી ત્વચા થોડી ટાઈટ બનશે. એક ગ્લાસ કાચું દૂધ લઈને રૂના પુમડા વડે શરીરને ઘસીઘસીને દૂધ દ્વારા મેલ કાઢવામાં આવે તો શરીરની કાંતિનો મિજાજ કાંઈક ઓર જોવા મળે છે. આ પ્રક્રિયા બાદ સ્વચ્છ પાણીથી સ્નાન કરી લેવું.
ત્વચાની કાળાશ દૂર કરવા ગુલાબની પાંખડીઓને વાટી દૂધમાં સારી રીતે મિક્સ કરી આ મિશ્રણ ત્વચા પર લગાડવું. દૂધસ્નાન કરતી વખતે દૂધમાં ગુલાબની પાંખડીઓ નાંખવાથી પણ ત્વચા સુંદર બને છે. દૂધની મલાઇમાં ચણાનો લોટ અને થોડું તલનું તેલ નાંખી માલિશ કરવાથી ચામડી ચમકી ઉઠે છે. દૂધ પીવાથી સ્વભાવ સૌમ્ય બને છે. દૂધમાંથી હેરપેક પણ બનાવી શકાય. પા કપ મિલ્ક પાઉડરમાં પાણી નાખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ વડે વાળમાં મસાજ કરો. ત્યાર બાદ ટુવાલને ગરમ પાણીમાં નાખી, નિચોવીને આ ગરમ ટુવાલ વાળ પર બાંધી લો. જો ટુવાલ ઠંડુ થઈ જાય તો ફરીથી ગરમ પાણીમાં ભીંજવીને વાળ પર બાંધો. આ પ્રયોગથી વાળ નરમ-મુલાયમ બનશે.
ચહેરા પરથી મેકઅપ દૂર કરવા ક્લિન્ઝરની જેમ દૂધનો ઉપયોગ પણ કરી શકાય. એક વાટકીમાં તાજું દૂધ લઈને તમાં થોડાં ટીપાં બદામનું તેલ નાખો. રૂ વડે આ દૂધથી મેકઅપ સાફ કરો. ચહેરાની ત્વચાને નિખારવા મિલ્ક માસ્ક પણ ઉપયોગી નીવડે છે. એક મોટો ચમચો દૂધ લો. તેમાં પા ચમચી બદામનું તેલ નાખો. ચહેરો ધોયા પછી બદામતેલયુક્ત દૂધની પાતળી પરત ચહેરા પર લગાવો. ચહેરો સુકાવા દો. થોડીવાર પછી બીજી પરત લગાવો. ફરી ચહેરો સુકાવા દો. આમ ચારેક વખત આ મિશ્રણ લગાવી થોડીવાર રહેવા દો. આ માસ્ક સુકાઈને કડક થઈ ગયેલું જણાય ત્યારે નવશેકા પાણીથી ધોઈ નાખો.
આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતામાં જણાવ્યા મુજબ દૂધ એક સંપૂર્ણ આહાર છે. તેમાં એક ચપટી હળદર નાખીને પીવાથી રક્ત શુધ્ધ બને છે. રોજ દૂધ પીવાની ટેવ સ્વાસ્થ્ય માટે ફાયદાકરક પુરવાર થાય છે. જેની ત્વચા તૈલીય હોય તેણે સ્કિમ્ડ મિલ્ક પીવું જોઈએ. દૂધમાં રહેલું કેલ્શિયમ શરીરમાંથી જરૂરી હોર્મોન્સના સ્ત્રાવમાં સહાયક બને છે. પરિણામે ત્વચા સુંદર બને છે.
દૂધમાં રહેલા લિપિડથી કેશ સુકા થતાં અટકે છે. તેથી જ નિયમિત રીતે દૂધ પીતી વ્યક્તિના વાળ મુલાયમ બને છે. દૂધમાં રહેલા આ ચોક્કસ પ્રકારના ગુણધર્મને કારણે જ ઘણાં ઉત્પાદકો શેમ્પૂ અને કંડિશનરમાં દૂધનો ઉપયોગ કરે છે. દૂધમાં અકલગરો, શંખાવતી અને જટામાંસીનું ચૂર્ણ નાખીને તેને પકવીને તે દૂધ પીવાથી યાદશક્તિમાં લાભ થાય છે. દૂધ સ્વાદે મધુર, શક્તિવર્ધક, પિત્ત મટાડનાર, પચવામાં ભારે, વાયુ કરનાર, સંપૂર્ણ પોષણ આપનાર, બુદ્ધિવર્ધક, પેશાબ સાફ લાવનાર, શરીરનું કદ વધારનાર, ખોરાક પ્રત્યે રુચિ વધારનાર ગણાયું છે. દૂધમાં પીપરીમૂળ, સૂંઠ નાખીને પીવાથી મગજને શાંતિ મળે છે અને શાંત નિંદ્રા પણ આવે છે. માત્ર દૂધ જ નહીં, દૂધની બનાવટો પણ ત્વચા નિખારવામાં મદદગાર બને છે.
દૂધમાંથી બનાવવામાં આવેલા માખણમાં થોડાં ટીપાં ગુલાબજળ નાખી ચહેરા પર મસાજ કરો. દસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આ માખણમાં થોડાં ટીપાં મધ ભેળવીને ત્વચા પર મસાજ કરવાથી ત્વચા ખીલી ઊઠે છે. દૂધમાંથી બનાવેલું એક ચમચી માખણ લઈ તેમાં બે નાની ચમચી મધ અને બે નાની ચમચી લીંબુનો રસ ભેળવો. સરસ મજાનો ફેસ માસ્ક તૈયાર થઈ જશે. આ ફેસ માસ્કનો ઉપયોગ કરીને પરિણામ જાતે જ જુઓ. તેવી જ રીતે તાજા માખણમાં થોડો લોટ ભેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ વડે ચહેરા, ગરદન, હાથ-પગ પર મસાજ કરો. પેસ્ટ સુકાઈ ગયા પછી ત્વચા ધોઈ નાખો. ચામડી ચમકી ઉઠશે.
દૂધની વાત ચાલે છે તો ગધેડીના દૂધનો મહિમા પણ કરવો રહ્યો. ઈજિપ્તની રાજકુંવરીઓ અને રાણી ક્લિયોપેટ્રા પોતાના દેહનું સૌંદર્ય વધારવા ગધેડીના દૂધથી સ્નાન કરતી. તેવી જ રીતે જાપાનમાં દૂધ વડે સ્નાન કરવાનો અનોખો મહિમા છે. જાપાનના જ્વાળામુખી પાસે આવેલા વિસ્તારમાં કુદરતી રીતે પુષ્કળ લીલોતરી થાય છે. તેથી અહીં પશુપાલન ઉદ્યોગ ખાસ્સો વિકસ્યો છે. પરિણામે અહીં પુષ્કળ માત્રામાં મળતા દૂધનો ઉપયોગ વિશેષ કરીને સ્નાન કરવા માટે થાય છે. જેમ આપણે ત્યાં ગંગા-સ્નાન કરીને લોકો પવિત્ર થાય છે તેમ ત્યાં લોકો દુગ્ધસ્નાન વડે પાવન થાય છે. શાંતિ મળે છે અને શાંત નિંદ્રા પણ આવે છે. માત્ર દૂધ જ નહીં, દૂધની બનાવટો પણ ત્વચા નિખારવામાં મદદગાર બને છે.
દૂધમાંથી બનાવવામાં આવેલા માખણમાં થોડાં ટીપાં ગુલાબજળ નાખી ચહેરા પર મસાજ કરો. દસ મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. આ માખણમાં થોડાં ટીપાં મધ ભેળવીને ત્વચા પર મસાજ કરવાથી ત્વચા ખીલી ઊઠે છે. દૂધમાંથી બનાવેલું એક ચમચી માખણ લઈ તેમાં બે નાની ચમચી મધ અને બે નાની ચમચી લીંબુનો રસ ભેળવો. સરસ મઝાનો ફેસ માસ્ક તૈયાર થઈ જશે. આ ફેસ માસ્કનો ઉપયોગ કરીને પરિણામ જાતે જ જુઓ. તેવી જ રીતે તાજા માખણમાં થોડો લોટ ભેળવી પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ વડે ચહેરા, ગરદન, હાથ-પગ પર મસાજ કરો. પેસ્ટ સુકાઈ ગયા પછી ત્વચા ધોઈ નાખો. ચામડી ચમકી ઉઠશે. દૂધની વાત ચાલે છે તો ગધેડીના દૂધનો મહિમા પણ કરવો રહ્યો. ઈજિપ્તની રાજકુંવરીઓ અને રાણી ક્લિયોપેટ્રા પોતાના દેહનું સૌંદર્ય વધારવા ગધેડીના દૂધથી સ્નાન કરતી. તેવી જ રીતે જાપાનમાં દૂધ વડે સ્નાન કરવાનો અનોખો મહિમા છે.
જાપાનના જ્વાળામુખી પાસે આવેલા વિસ્તારમાં કુદરતી રીતે પુષ્કળ લીલોતરી થાય છે. તેથી અહીં પશુપાલન ઉદ્યોગ ખાસ્સો વિકસ્યો છે. પરિણામે અહીં પુષ્કળ માત્રામાં મળતા દૂધનો ઉપયોગ વિશેષ કરીને સ્નાન કરવા માટે થાય છે. જેમ આપણે ત્યાં ગંગા-સ્નાન કરીને લોકો પવિત્ર થાય છે તેમ ત્યાં લોકો દુગ્ધસ્નાન વડે પાવન થાય છે.