યુવતીઓ નેકલેસ જેવી એક્સેસરી સુંદરતા વધારવા માટે પહેરતી હોય છે. જોકે ઘણીવાર આની પસંદગી યોગ્ય રીતે ન કરવામાં આવે તો એ આખા લુકને ખરાબ કરી નાખે છે. જો નેકલેસની પસંદગી આઉટફિટને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગી જાય છે. હકીકતમાં નેકલેસની પસંદગી એના દેખાવને નહીં પણ તમે જે આઉટફિટ પહેરવાના છો એની નેકલાઇનને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ.
• સ્વીટહાર્ટ નેકપીસ
સ્વીટહાર્ટ નેકપીસ ડીપ સ્વીટહાર્ટ નેકલાઇનને યુવતીઓ ટ્રેડિશનલ અને વેસ્ટર્ન આઉટફિટ બંનેમાં પસંદ કરે છે. આ પ્રકારની નેકલાઇન સાથે સ્વીટહાર્ટ નેકપીસની પસંદગી યોગ્ય સાબિત થાય છે. આ સ્વીટહાર્ટ નેકપીસ ગોલ્ડ અથવા તો સિલ્વરનો બનેલો હોય અને હેવી લુક ધરાવતો હોય તો ટ્રેડિશનલ આઉટફિટ પર સારો લાગે છે. સ્વીટહાર્ટ નેકલાઇન પ્રમાણમાં ડીપ હોવાથી ગળાનો આસપાસનો વિસ્તાર ખાલી લાગે છે અને આ માટે જ સ્વીટહાર્ટ નેકપીસ યોગ્ય પસંદગી છે. આવા નેકપીસ ગળાને આવરીને આકર્ષક લુક આપે છે.
• ચોકર નેકપીસ
ચોકર નેકપીસ ટર્ટલ નેકલાઇન સાથે લાગે છે. ટર્ટલ નેકલાઇન સાથે ચોકર નેકપીસનું કોમ્બિનેશનલ દરેક વ્યક્તિનું ધ્યાન તમારી તરફ ખેંચશે. ચોકર એક નેકલેસની ખાસ પ્રકારની સ્ટાઇલ છે જેને ગળાની આસપાસ ત્વચા પર પહેરવામાં આવે છે. સ્ટાઇલિશ લુક મેળવવા ઇચ્છતી યુવતીના કલેક્શનમાં ચોકર નેકપીસને ખાસ સ્થાન મળેલું હોય છે.
• નાના નેકપીસ
નાના નેકપીસ વી નેકલાઇનના ડ્રેસ સુપર ગ્લેમરસ લાગે છે પણ આ પ્રકારની નેકલાઇન સાથે પહેરવા માટે નાના અને નાજુક નેકલેસની જ પસંદગી કરવી જોઇએ. જો તમે વી નેકલાઇન સાથે મોટો નેકપીસ પહેરશો તો તમારો લુક બગડી જશે.
• લેયર્ડ નેકપીસ
લેયર્ડ નેકપીસ જો તમારો આઉટફિટ રાઉન્ડ નેકનો હોય તો એના સાથે પહેરવા માટે લેયર્ડ નેકપીસ યોગ્ય પસંદગી છે. આ લેયર્ડ નેકપીસ દેખાવમાં બહુ સુંદર લાગશે અને એ પહેર્યા પછી તમારી સુંદરતા દીપી ઉઠશે.