આઉટફિટ્સમાં અવનવી ફ્રીલ પેટર્ન

Saturday 14th April 2018 08:06 EDT
 
 

ફ્રીલ એટલે કે ઝૂલ, તે બ્લાઉઝથી માંડીને ફ્રોક, મેક્સી, શર્ટ, સ્કર્ટ, અનારકલી, ક્રોપ ટોપ જેવા તમામ આઉટફિટ્સમાં બનાવડાવી શકાય છે અથવા તો તે પ્રકારના આઉટફિટ્સ ખરીદી શકાય છે. ફ્રીલની સૌથી મોટી ખાસિયત એ છે કે જ્યારે પણ તમે ફ્રીલવાળા પોશાક પહેરો છો તો તમારી વય હોય છે તેના કરતાં ઘણી નાની દેખાય છે.

તમે નોંધ્યું હશે કે નાની બાળકીઓમાં પોશાકમાં મોટા ભાગે મોટી-નાની ઝૂલ લાગેલી હોય છે, જે તેમને ક્યુટ લૂક આપે છે. આ જ કન્સેપ્ટ વયસ્કોને પણ લાગુ પડે છે. જેમાં ગાઉન, ડ્રેસ કે મેક્સીમાં ગળા કે બોટમના ભાગે ફ્રીલની ડિઝાઈન કરવામાં આવે છે.

તમે બંગાળી સ્ટાઈલના બ્લાઉઝમાં ગાળાના ભાગે નાની નાની ઝૂલ જોઈ હશે. તમારા દાદીમા કે નાનીમાના જૂના ફોટા જોશો તો એમાં પણ બાંયમાં તથા ગળાના ભાગે આ પ્રકારની ઝૂલ દેખાશે.

તમે તૈયાર આઉટફિટ્સને બદલે જાતે જ આઉટફિટ્સ તૈયાર કરાવવાના હો અને ફ્રીલવાળા ડ્રેસિસ બનાવવા ઈચ્છતા હો તો તેના માટેના કાપડનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે જેટલું તમારું ફેબ્રિક પાતળું અને વજનમાં હળવું હશે તેટલો જ તમારી ઝૂલનો ગેટઅપ સરસ આવશે. વળી, એવું પણ નથી કે તમે ફક્ત સ્લિવમાં જ ફ્રીલ કરાવી શકો. કોઇ ડ્રેસમાં કમરના ભાગે તો ક્યાંક સ્લીવના બેક ભાગમાં તો ક્યાંક ગળાની પેટર્નમાં તો વળી ક્યાંક ધોતિયાની જેમ ઝૂલતી સ્લીવ કરવામાં. આજકાલ આવા વસ્ત્રો ઈનટ્રેન્ડ છે, જે માનુનીને વધારે આકર્ષક બનાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter