રીતઃ બે રાજાપુરી કેરી લો. ધોઇને ડીટિયા કાઢી છોલીને છીણી લો. 1 કપ છીણને એક વાસણમાં ઉમેરી એટલો જ કપ ખાંડ ઉમેરો. આ પછી 1 ચમચી મીઠું ઉમેરી હલાવી લો. ઓગળે પછી ગેસ ચાલુ કરીને ધીમા તાપે એક તારની ચાસણી કરો. ગેસ બંધ કરો. ઠંડું પડ્યા પછી પા ચમચી શેકેલું જીરું, 1 ચમચી કાશ્મીરી મરચું, 5 મરી, 5 લવિંગ, તજનો ટુકડો અને અડધી ચમચી ઇલાયચી પાવડર ઉમેરી હલાવી લો.