જાન્યુઆરીની ૨૭મી તારીખે ઈન્સ્ટન્ટ નૂડલ્સના જનક-શોધક ગણાતા નૂનક નૂરૈનીનું નિધન થયું હતું. તેઓ ૫૯ વર્ષનાં હતાં. ઇન્ડોનેશિયામાં સૌથી પહેલાં ઈન્સ્ટન્ટ નૂડલ્સની શરૂઆત નૂનકે કરી હતી. ત્યારબાદ આખી દુનિયામાં નૂડલ્સ ફેમસ થઈ ગયા હતા. નૂરૈનીને લીધે ઇન્ડોમી કંપનીની મી-ગુરેંગ બ્રાંડ ફેમસ થઈ હતી. છેલ્લા ૩૦ વર્ષથી નૂનક ફ્લેવર ડિપાર્ટમેન્ટમાં મેનેજર તરીકે કામ કરતા હતા. નૂનકનાં મૃત્યુના સમાચાર સાંભળીને તેમના ઘણા ચાહકોએ તેમને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી હતી. વર્ષ ૧૦૮૮માં ઈન્સ્ટન્ટ નૂડલ્સ પ્રથમ વાર નાઈજિરિયામાં એક્સપોર્ટ કરવામાં આવ્યા હતા. એ પછી ૧૯૯૫માં પોતાની પ્રથમ નૂડલ્સ બનાવતી ફેક્ટરીની શરૂઆત થઈ હતી. લોકો વચ્ચે નૂડલ્સની માગ વધતા જોઇને રોજ ફેક્ટરીમાં આશરે ૮ કરોડ પેકેટ બનવા લાગ્યા હતા.