ઉજ્જૈનની નિકિતા પોરવાલ મિસ ઈન્ડિયા વર્લ્ડ

Monday 21st October 2024 06:19 EDT
 
 

મધ્ય પ્રદેશના ઉજ્જૈનની રહેવાસી નિકિતા પોરવાલને મિસ ઈન્ડિયા વર્લ્ડ 2024નો તાજ પહેરાવવામાં આવ્યો છે. નંદિની ગુપ્તાએ તેના શિરે તાજ મૂક્યો હતો જ્યારે નેહા ધૂપિયાએ તેને બેજ પહેરાવ્યો હતો. નિકિતાએ 60થી વધુ નાટકોમાં અભિનય કર્યો છે. તેણે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત થઇ ચૂકેલી ફીચર ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની ફેવરિટ લાઈન છે હનુમાન ચાલીસાની પંક્તિ, ‘સબ સુખ લહે તુમ્હારી શરના તુમ રક્ષક કાહુ કો ડરના’. હવે નિકિતા મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સ્પર્ધામાં રેખા પાંડે ફર્સ્ટ રનર અપ જ્યારે, આયુષી ધોળકિયા સેકન્ડ રનર અપ રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter