ઉત્તર પ્રદેશના પોલીસ વિભાગે મહિલા સશક્તિકરણ – સુરક્ષા માટે નવો ડિજિટલ આઉટરિચ પ્રોગ્રામ તાજેતરમાં લોન્ચ કર્યો છે. આ કાર્યક્રમનું નામ ‘હમારી સુરક્ષા: મોબાઈલ હાથ મેં, ૧૦૯૦ સાથ મેં’ છે. ઉત્તર પ્રદેશની મહિલા ટેલિફોન હેલ્પલાઇન સેવા ૧૦૯૦ના માધ્યમથી આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો ઉદ્દેશ મહિલાઓને ડિજિટલ રૂપે સાક્ષર બનવું અને તેમની વચ્ચે જાગૃતિ લાવવાનો છે.
ઉત્તર પ્રદેશ પોલીસ ડિરેક્ટર જનરલ નીરા રાવતે આ પ્રોગ્રામ વિશે કહ્યું છે કે, અમે અપરાધીઓ વચ્ચે ભય પેદા કરવા માગીએ છીએ. મહિલાઓનાં પ્રશ્નોનું નિવારણ લાવવા માટે જાગૃતિ જરૂરી છે. આ કાર્યક્રમ હેઠળ દરેક નેટ યુઝર્સને કવર કરવા માટે અભિયાન ચાલુ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓ અને ઘર, ગામ અને શહેર વચ્ચે આઉટરિચ વધારશે. ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી મદદ કરવામાં આવશે.
નીરાએ ડિજિટલ આઉટરિચની વિશેષતાઓ વિશે પણ જણાવ્યું. ડિજિટલ આઉટરિચ રોડેમેપને ‘ડિજિટલ ચક્રવ્યૂહ’ પણ કહેવામાં આવે છે. તેમણે આ રોડમેપની માહિતી પણ શેર કરી. તેમણે કહ્યું, ઉત્તર પ્રદેશમાં મહિલાઓની સુરક્ષા માટે ૩૬૦ ડિગ્રી ઇકો સિસ્ટમ તૈયાર કરવામાં મદદ કરશે.