એક મહિલા, એક બાઈક અને 64 દેશો - આ કહાણી છે મીનાક્ષી દાસની. પુખ્ત વયની ઉંમરે ટુ વ્હીલર ચલાવનાર મીનાક્ષી દાસનું અનેક દેશોની સફર કરવાનું સપનું હતું. સમયાંતરે પોતાના બેંક એકાઉન્ટમાં 20 લાખ રૂપિયાની રકમ જમા થઈ ત્યારે તેમને થયું કે હવે તે 64 દેશોના વિઝા મેળવીને પોતાના સપનાને પૂર્ણ કરી શકે છે. ત્યારબાદ, તેણે એક વર્ષમાં 50થી વધુ દેશોને પાર કરવા માટે સફરની શરૂઆત કરી હતી. આજે 64 દેશો બાઈક પર ફરી વળીને તેમણે સાબિત કર્યું છે કે, મહિલા એક વખત આત્મનિર્ભર થવાનો નિર્ધાર કરે તો પછી સપનાની કોઈ લિમિટ નથી.