યુવતીઓ અને મહિલાઓને સામાન્ય રીતે એ પ્રશ્ન રહેતો હોય છે કે તેઓ કઈ રીતે મેકઅપ કરે? જેને મેકઅપ સાથે જોડાયેલી નાની-નાની વાતો ખબર હોય છે તેઓ પોતાનો લુક ખાસ બનાવી શકે છે. મેકઅપ સાથે હેર રૂટીન પણ એવું હોવું જોઈએ કે જે ફોલો કરવામાં સરળ અને ઝડપી હોવું જોઈએ. હેરકેર માટે પણ મહિલાઓને અનેક પ્રશ્નો રહેતાં હોય છે તેથી અહીં મેકઅપથી લઈને હેરેકેરની સરળ ટિપ્સ આપવામાં આવી છે તેનો ઉપયોગ કરીને માનુનીઓ સુંદર દેખાઈ શકે છે.
લાઈટ મેકઅપ ટિપ્સ
• જો તમને મેકઅપ કરવા વિશે સહેજ પણ સમજ ન હોય તો તેના માટે સૌથી સહેલો ઉપાય છે બીબી ક્રિમ કે સીસી ક્રિમનો ઉપયોગ કરવો.
• હળવો મેકઅપ કરવા માટે સૌ પ્રથમ તમારો ચહેરો ફેસ વોશથી ધોઈ લો. એ પછી તમારી સ્કિન પ્રમાણેનું બીબી ક્રિમ કે સીસી ક્રિમ હળવા હાથે ચહેરા પર ફેલાવી દો. તમારી સ્કિનને મેચ થાય તેવું બીબી ક્રિમ કે સીસી ક્રિમ માર્કેટમાં આસાનીથી મેળવી શકાય છે. જો હેવિ લુક જોઈતો હોય તો તમે બ્લશરનો ઉપયોગ પણ કરી
શકો છો.
• જો રોજિંદા લાઈટ મેકઅપનું લુક જોઈતું હોય તો બીબી ક્રિમ કે સીસી ક્રિમ લગાવ્યા પછી માત્ર આંખોમાં કાજળ અને આઈ લાઈનર કરશો તો પણ તમને લાઈટ મેકઅપ લુક મળી રહેશે.
• જો તમારે આંખો પર વધુ મેકઅપ કરવો હોય તો પિચ, આછો ગુલાબી, આછો કથ્થઈ રંગનો આઈ શેડો કરશો તો પણ લાઈટ લુક જ મળશે. જો તમારે આંખો માટે હેવિ લુક જોઈતું હોય તો કોફી, પર્પલ, ચોકલેટ જેવા ડાર્ક આઈ શેડનો ઉપયોગ કરવો, સિલ્વર અને ગોલ્ડન આઈ શેડો પણ હાલમાં ટ્રેન્ડિંગ છે.
• આંખોથી હેવિ લુક માટે આઈ બ્રો પણ ડાર્ક કરી શકાય છે અને મસ્કરાનો પણ ઉપયોગ કરી શકાય છે.
• રોજિંદી મેકઅપ કિટમાં લિપબામનો ઉપયોગ કરો. લિપ્સ્ટિકનો ઉપયોગ ટાળો. આ સિવાય જો લિપ્સ્ટિકનો ઉપયોગ કરવો હોય તો લાઈટ લિપ્સ્ટિક લગાવો. જો હેવિ લુક જોઈતું હોય તો પણ પહેલાં હોઠો પર લિપબામ લગાવીને પછી જ ડાર્ક લિપ્સ્ટિકનો ઉપયોગ કરો.
હેરકેર ટિપ્સ
• વાળને નરેશન મળી રહે એ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વખત માથામાં નારિયેળનું તેલ નાંખીને માલિશ કરો. તેનાથી વાળને નરેશમેન્ટ મળશે. નારિયેળ તેલમાં મેથી નાંખીને તે માથામાં નાંખવાથી વાળ કાળા ઘાટ્ટા અને રેશમી પણ બને છે. આ પ્રયોગ માટે એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે નારિયેળનું તેલ ગરમ કરીને તેમાં મેથીને ઉકાળી લો. આ તેલની માલિશ તમારા વાળને સુંદર બનાવશે.
• વાળ ધોતા પહેલાં એપલ સાઈડર વિનેગર લગાવો. તેનાથી વાળ ઘટ્ટ અને લાંબા થાય છે.
• વાળ ધોવા માટે હંમેશા માઈલ્ડ શેમ્પુ અને કન્ડિશનરનો ઉપયોગ કરો.
• સમયે-સમયે હેર કટ કરાવવાથી તમને ડિફરન્ટ લુક મળી શકે છે. જો તમને લાંબા વાળ ગમતા હોય તો માત્ર વાળને ટ્રીમ કરાવો.