ઓસ્ટ્રેલિયામાં વડા પ્રધાન એન્થની અલ્બનીઝની નવરચિત સરકારે ઇતિહાસ રચ્યો છે. 30 સભ્યોના પ્રધાનમંડળમાં વિક્રમજનક 13 મહિલાને સ્થાન અપાયું છે. કેનબરામાં આયોજિત સમારંભમાં ગવર્નર-જનરલ ડેવિડ હાર્લેએ આ પ્રધાનોને શપથ લેવડાવ્યા હતા. કેબિનેટના મહત્ત્વના 23 પૈકી 10 મંત્રાલયોનું સંચાલન મહિલાઓ હસ્તક રહેશે. ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત પ્રધાનમંડળમાં આટલી મોટી સંખ્યામાં મહિલાઓને પ્રતિનિધિત્વ અપાયું છે. વડા પ્રધાન અલ્બનીઝે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની જેમ જ સરકાર પણ વૈવિધ્યતાપૂર્ણ છે. સંસદમાં સૌથી વધુ મહિલા પ્રતિનિધિત્વની વાત કરીએ તો, રવાન્ડા 61.3 ટકા સાથે દુનિયામાં સૌથી આગળ છે.