કમ્ફર્ટેબલ અને સ્ટાઈલિશ આઉટફિટ ડંગરી

Monday 07th September 2020 09:13 EDT
 
 

કેટલાંક આઉટફિટ એવાં હોય છે કે તેની ફેશન ક્યારેય જૂની થતી જ નથી. જેમ કે ડંગરી. ડંગરીની ફેશન ક્યારેય જૂની નથી જ થતી. જોકે ડંગરીમાં પણ હવે કેટલાક વેરિએશન જોવા મળે છે. પહેલાં ડંગરી જીન્સની જ મળતી હતી, પણ હવે તેના મટીરિયલમાં પણ ઘણી વિવિધતા જોવા મળે છે. આ ઉપરાંત તેમાં ઘણી નવી નવી ડીઝાઇન ઉપલબ્ધ છે. જેમ કે ડંગરી પેન્ટ્સ, ડંગરી સ્કર્ટ, ડંગરી શોર્ટ્સ, ડંગરી કેપરી, ડંગરી વનપીસ ફ્રોક વગેરે વગરે. હવે જો તમે ફુલ ડંગરી સ્ટાઇલ ન પહેરવા માગતા હો તો ડંગરી બેલ્ટમાં પણ જીન્સ, સ્કર્ટ અને શોર્ટ્સ ઉપલબ્ધ છે. આમાં માત્ર જીન્સ, સ્કર્ટ કે શોર્ટ્સ સાથે માત્ર બેલ્ટ જ જોઈન કરવામાં આવે છે.

હવે તો કોટન લોંગ સ્કર્ટમાં પણ ડંગરી બેલ્ટવાળા સ્કર્ટ અને થ્રી ફોર્થ બજારમાં મળી જાય છે. જો તમે ડેનિમ ડંગરી પહેરીને કંટાળી ગયા હો તો ડંગરી બેલ્ટ ટ્રાય કરી શકો છો. ડંગરી બેલ્ટ વાળા કોટન લોંગ અને શોર્ટ સ્કર્ટ અત્યંત સુંદર લાગે છે. વળી સ્કર્ટમાં પણ અત્યંત વેરાઇટી બજારમાં ઉપલબ્ધ છે. જેમ કે સ્કીની સ્કર્ટ, ફ્લેરવાળા સ્કર્ટ ડંગરી પણ તમે પહેરી શકો છો.

ઓફિસમાં પહેરી શકાય

ડંગરી ખૂબ જ કમ્ફર્ટેબલ આઉટફિટ છે. તમે ડંગરી પહેરી હોય તો તેને સંભાળવામાં ધ્યાન રાખ્યા કરવું પડતું નથી. ઓફિસમાં પણ તમે સહેલાઈથી ડંગરી પહેરીને કામ કરી શકો છો. જો તમે ઓફિસમાં ડંગરી પહેરવા માગતા હો તો ડંગરી બેલ્ટવાળું ડેનિમ પહેરી શકો છો. ઓફિસમાં ફોર્મલ શર્ટ સાથે ડંગરી બેલ્ટ વાળું ડેનિમ સુંદર લાગે છે. જો ડેનિમની ડંગરી ન પહેરવી હોય તો હવે કોટન મટીરિયલમાં પણ ડંગરી મળે છે. ફોર્મલ પેન્ટ ટાઈપ ડંગરી ઓફિસમાં પ્રોફેશનલ લૂક આપે છે. ડંગરી બેલ્ટવાળું પેન્ટ બજારમાં સહેલાઇથી મળી જાય છે.

કોલેજમાં કમ્ફર્ટેબલ પોષાક

જો તમે કોલેજ ગોઈંગ ગર્લ હો તો કોલેજમાં ડેનિમ ડંગરી શ્રેષ્ઠ વિકલ્પ છે. કેપરી ડંગરી પણ માર્કેટમાં અવેલેબલ હોય છે. તે પણ તમે કોલેજમાં પહેરી શકો છો.

પરફેક્ટ પાર્ટીવેર

જો તમે પાર્ટીમાં ડંગરી ટ્રાય કરવા માગતા હો તો સ્કર્ટ અને ફ્રોક ડંગરી પસંદ કરો. ડંગરીનું મટીરિયલ પણ વેલ્વેટ કે પછી સ્ટ્રેચેબલ હોય તેવું પસંદ કરો. કેમ કે પાર્ટી લૂક માટે આ ખૂબ જ સુંદર લાગશે. પાર્ટીમાં ડંગરી પહેરવાથી તમે બધાંથી અલગ તરી આવશો.

પ્રવાસમાં પહેરો

પ્રવાસે જવાનું હોય ત્યારે આ પોષાક ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે. બહાર ફરવા જવા માટે ડંગરી પહેરવાનું વિચારી રહ્યા હો તો ડંગરી શોર્ટ્સ પહેરી શકો છો. આ તમામને તમે ડંગરી બેલ્ટમાં પણ ટ્રાય કરી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter