મહિલાઓ એ વાતે સજાગ હોય છે કે ડિઝાઇનર આઉટફિટ્સ હોય તો ફૂટવેર પણ તેવા જ હોવા જોઈએ. આઉટફિટ સાથે મેંચિંગ કે ઓપે એવા સ્ટાઇલિશ ફૂટવેર પસંદ કરવામાં મદદ થઈ શકે એ રીતે અહીં કેટલીક જાણકારી અપાઈ છે. જેનાથી મહિલાઓનાં લૂકમાં ચાર ચાંદ લાગશે. ડિઝાઇનર આઉટફિટ્સ પણ તેની સાથે સ્ટાઇલિશ શૂઝ પહેર્યાં હોય તો જ સારાં લાગે છે. તમારે કયા પ્રકારના આઉટફિટ્સ સાથે કયા ફૂટવેર પહેરવાં જોઈએ? ફૂટવેરની ખરીદી કરતી વખતે સ્ટાઇલની સાથે કમ્ફર્ટનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. અયોગ્ય ફૂટવેર પહેરવાથી હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ શકે છે.
સ્મોલ હિલ્સ
જો તમને હાઈ હિલ્સ બહુ અનુકૂળ ન હોય તો સ્મોલ હિલ્સ સારો વિકલ્પ છે. એ તમને હિલ્સ પહેરવાનો સંતોષ પણ આપશે. તમારા ઓફિસવેર સાથે એ પરફેક્ટ મેચ છે.
બૂટ્સ
એન્કલ અથવા ની લેન્થ બૂટ્સ વેધર, જેકેટ અને જીન્સ, શોર્ટ કે લોન્ગ ડ્રેસિસ, કેપ અને સ્કીની જીન્સ સાથે પહેરી શકાય.
ગ્લેડ્યેટર્સ
ફેશન એક્સેસરીઝમાં કોમ્પ્લિકેટેડ ગણાતાં ગ્લેડ્યેટર્સ દરેક ફેશનેબલ યુવતીઓ પાસે હોય છે. ન્યૂડ એન્કલ લેન્થ સેન્ડલ્સ મોટાભાગના ડ્રેસીસ સાથે મેચ થાય છે. બોહો ઇન્સ્પાયર્ડ ડ્રેસિસ અને શોર્ટસ અથવા ની લેન્થ સુધીના લોન્ગ ડ્રેસિસ સાથે બાંધવાની દોરીવાળા ની લેન્થ ગ્લેડ્યેટર્સ સારા લાગે છે.
બલેરિના
બલેરિના અને લોફર્સ કોઈ પણ ડ્રેસ સાથે પહેરી શકાય છે. તમે કોન્ટ્રાક્ટ કે મેચિંગ કલર્સ અથવા એક ડાર્ક શેડ બધાં સાથે જાય છે.
સ્લિપ ઓન શૂઝ
એક સમયે બોરિંગ ગણાતાં સ્લિપ ઓન શૂઝ હવે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ ગણાય છે. બસ એ પહેરી દો અને બહાર જવા માટે તૈયાર. નિયોન કે ડાર્ક કલર્સના સ્લીપઓન્સ પહેરી શકાય. લોન્ગ, શોર્ટ ડ્રેસિસ સાથે એ સારા લાગશે.
પીપટોઝ
પીપટોઝ ખુલ્લા પગ પર વધુ શોભે છે એટલે શોર્ટ અથવા નીલેન્થ કોઈ પણ ડ્રેસ સાથે એ પહેરી શકાય. જો તમે સ્ટીલેટોઝ સાથે કમ્ફર્ટેબલ ફીલ કરી શકતાં ન હો તો વેજીસ પહેરો. એ કેઝયુઅલ વેર સાથે પણ પહેરી શકાય. લેગીંગ્સ કે જેગીંગ્સ સાથે હિપ સુધીનાં ટોપ પહેરો તો ફ્લેટ પીપટોઝ પહેરો.
પમ્પ્સ
કોઈ પણ ચિક આઉટફિટ સાથે પમ્પ્સ પહેરી શકાય. દા.ત. પેન્ટસૂટ્સ, પેન્સિલ સ્કર્ટસ, સિગારેટ પેન્ટસ અને લોન્ગ ફોર્મલ ડ્રેસિસ. શીઅર સ્ટોકિંગ્સ સાથે કે એના વગર પણ શોર્ટ ડ્રેસ સાથે પમ્પ્સ પહેરી શકાય.
સ્ટીલેટોઝ
પમ્પ્સ અને સ્ટીલેટોઝમાં છે? એમાં બહુ ફરક પમ્પ્સ ક્લોઝડ અને હાઈ હિલ્સ હોય છે જ્યારે એના સિવાયની બધી હાઈ હિલ્સ સ્ટીલેટોઝ કેટેગરીમાં આવે છે. એ ફોર્મલ, કેઝ્યુઅલ કે પાર્ટીવેર બધાં સાથે જ સારાં લાગે છે.
રનિંગ શૂઝ
ટ્રેઇનર્સ અથવા તો રનિંગ શૂઝ કમ્ફર્ટેબલ હોય છે. વાઈબ્રન્ટ અથવા ફાસ્ટ કલર્સના શૂઝ પહેરતાં સંકોચ ન અનુભવો. એરપોર્ટ લુક્સ, ફ્રેન્ડઝ સાથે જતાં, દોડવા જતાં એ પહેરી શકાય.
પ્રસંગે ક્યા ચંપલની પસંદગી?
જે રીતે ઓફિસમાં ભડકીલા ફૂટવેર ન પહેરી શકાય એ રીતે લગ્ન પ્રસંગે સિમ્પલ સેન્ડલ તમારા આઉટફિટનો ગ્રેસ ઘટાડી શકે છે એટલે તમારા ફૂટવેર કલેકશનમાં ઓકેઝન અનુરૂપ કેટલાંક સિલેક્ટીવ ફૂટવેર રાખો.
• ખાસ અવસર અને લગ્ન માટે સિલ્વર, ગોલ્ડન કલરના ફૂટવેર રાખો. એ બધા હેવી ડ્રેસ સાથે મેચ થઈ જાય છે. સ્પેશિયલ ઓકેઝન પર તમારા આઉટફિટસ સાથે મેચ થતાં રેડ, બ્લ્યૂ, પિન્ક, યલો જેવા બ્રાઇટ કલર્સના ફૂટવેર પહેરી શકાય.
• હાઇ હિલ્સ પહેરવાથી લોઅર બેક પર દબાણ આવે છે. લોઅર બેકની માંશપેસીઓ સંકોચાવા લાગે છે અને હિપ્સ બહારની તરફ નીકળવા માંડે છે.
• આગળથી ટાઇટ હોય એવા શૂઝ પહેરવાથી આંગળીઓ દબાય છે. એનાથી કણી આટણ જેવી સમસ્યા થઈ શકે છે.