નવી ટેકનોલોજીના વિકાસ સાથે ઘણા લોકો સમયનું ચક્ર રોકીને આજીવન યુવાન દેખાવા પ્રયત્નો કરી રહ્યાં છે. લોસ એન્જલસની એક મહિલાએ પણ આવું જ સપનું જોયું છે, તે 150 વર્ષ જીવવા માગે છે. કાયલા બાર્ન્સ-લેટ્સ નામની 34 વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે તેણે પોતાની ઉંમર 10 વર્ષ ઘટાડી લીધી છે. તેણે કહ્યું કે શરૂઆતમાં તેના પરિવાર અને મિત્રોને તેની વાત અજબ લાગતી હતી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા માટે તેણે ખાસ રુટિન અપનાવ્યું હતું. આ જ કારણે તેણે વર્ષો સુધી પરિવાર સાથે ભોજન કર્યું નહીં. કાયલાના દિવસની શરૂઆત સવારે 5-30 વાગ્યે થાય છે. તે ઘણા ટેસ્ટ કરાવવાની સાથે બ્યુટી ટ્રીટમેન્ટ કરાવે છે. તેણે ઘરમાં જ એક મેડિકલ ક્લિનિક ઉભું કર્યું છે. જેમાં હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરની સાથે અન્ય આધુનિક ઉપકરણો મૂકાયા છે. 150 વર્ષ સુધી જીવવા માટે તે ડેટા અને ડાયગ્નોસ્ટિક્સ પર ધ્યાન રાખે છે. તે પેપ્ટોઈડ થેરેપી, સ્ટેમ સેલ ટ્રીટમેન્ટ, આઈવી થેરેપી, ઓઝોન સ્પા, રાપામાઈસિન દવાની ટ્રીટમેન્ટની સાથે પ્લાઝમાફોરેસિસ કરાવે છે. દર અઠવાડિયે તે 250 મિનિટ મીડિયમ સ્પીડ અને 80 મિનિટ હાઈસ્પીડ કાર્ડિયો કરે છે. ભોજનમાં તે પ્રોટીનયુક્ત ખોરાકને પસંદ કરે છે. તે બહારનો ખોરાક તો કદી ખાતી નથી અને આલ્કોહોલનું સેવન પણ કરતી નથી.