તહેવારો ભલે પૂરા થઇ ગયા પણ સુંદર વ્યક્તિત્વ સદાબહાર છે. અને સુંદર વ્યક્તિત્વ માટે જરૂરી છે ફેશન અને સ્ટાઇલનો સમન્વય. જેમ કે, સુંદર અને સ્ટાઇલિશ ડ્રેસ સાથે અવનવાં ક્લચનું કોમ્બિનેશન તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવી દેશે. હકીકતમાં ક્લચની ફેશન સદાબહાર છે. આ ક્લચ અનેક સ્ટાઇલમાં અને અલગ અલગ રંગોમાં મળે છે જેથી એને સુંદર આઉટફિટ્સ સાથે મેચ કરી શકાય છે.
• પોટલી ક્લચઃ પોટલી સ્ટાઇલનાં ક્લચનું મોટાભાગે સાડી સાથે કોમ્બિનેશન કરવામાં આવે છે. આમાં ગોલ્ડન અને સિલ્વર રંગ સૌથી વધારે લોકપ્રિય છે. ટ્રેડિશનલ લુક માટે સાડી કે પછી ઇન્ડો વેસ્ટર્ન વેડિંગ આઉટફિટની સાથે તમે સિલ્વર કલરનાં પોટલી ક્લચનું કોમ્બિનેશન કરી શકો છો. આ પોટલી બેગ્સ ખૂબ જ સ્ટાઈલિશ લાગે છે. આને લઇને તમે કોઈ પાર્ટીમાં જાઓ છો ત્યારે તરત આકર્ષણનું કેન્દ્ર બનો છો.
• ક્લચ સ્ટાઈલ હેન્ડબેગઃ સ્ટાઇલપ્રેમી યુવતીઓના વોર્ડરોબમાં એક નાનું ક્લચ અને સ્ટાઈલિશ હેન્ડબેગ તો હોવી જ જોઈએ. તમે આ સ્ટાઇલની હેન્ડબેગને કોઈ પણ વેસ્ટર્ન આઉટફિટ સાથે સરળતાથી કેરી કરી શકો છો. આ સ્ટાઇલની હેન્ડબેગમાં કામની બધી વસ્તુઓ સરળતાથી રહી શકે છે અને એ જોવામાં પણ સુંદર લાગે છે.
• ક્લચ કમ પર્સઃ મિની પર્સ ક્લચ કરતાં થોડા મોટા હોય છે પણ એ એટલા પણ મોટા નથી હોતા કે એને સાથે રાખવામાં અગવડ ન પડે. તમે ફેસ્ટિવલ સેલિબ્રેશન વખતે અથવા તો વેડિંગ પાર્ટીમાં ભારતીય કે વેસ્ટર્ન આઉટફિટ સાથે આ પ્રકારનું મિની પર્સ રાખી શકો છો. આ પર્સની સૌથી મોટી ખાસિયત એ છે કે તે બધાનું ધ્યાન આકર્ષિત કરશે.
• સ્લિંગ ક્લચ સ્ટાઇલઃ પોતાની સાથે થોડો વધારે સામાન રાખવા ઇચ્છતી યુવતીઓ માટે સ્લિંગ ક્લચ સ્ટાઇલ સૌથી સારો વિકલ્પ છે. લહેંગો, સાડી કે પછી સૂટ...કોઇ પણ પ્રકારનાં આઉટફિટ સાથે સ્લિંગ ક્લચ કેરી કરો છો.