આ સપ્તાહનું સ્વાદિષ્ટ મનોરંજન...
ગ્રી અને રીતઃ ૨૫૦ ગ્રામ ગુંદાને બરાબર ધોઈને કોરા કરવા. અંદરથી ઠળિયાને મીઠાવાળા ચપ્પાથી સાફ કરવા. પા કપ ચણાનો લોટ, અડધો કપ સિંગદાણા
શેકીને ક્રશ કરેલા. ૨ ટેબલ સ્પુન ધાણાજીરું, અડધી ચમચી વરિયાળી શેકીને ક્રશ કરેલી, અડધી ચમચી શેકીને ક્રશ કરેલા ધાણા મિક્સ કરવા. મસાલામાં કોથમીર - મરચાં - આદું ઉમેરવા - ૧ ચમચી તેલ ઉમેરીને મિક્ષ કરી ગુંદામાં ભરી લેવું. વાસણમાં પાણી ઉમેરી કાંઠલો મુકી ચારણીમાં ગુંદાને વરાળથી બાફી લેવા. ૨ મોટા ચમચા તેલમાં ૧ ચમચી જીરુ ઉમેરવું. અડધી ચમચી હીંગ - લસણની બે કળીને ક્રશ કરવી ડુંગળીને પણ ક્રશ કરવી એમાં ઉમેરવા. કચાશ દુર થાય એટલે ટામેટા ઉમેરવા. તેલ છુટું પડે એટલે દોઢ ચમચી મરચું - ૧ ચમચી હળદર અડધી ચમચી પાઉભાજી મસાલો - અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીને ઢાંકી થોડું પાણી ઉમેરી બે મિનિટ ચઢે એટલે ગુંદા ઉમેરવા. ૧ ચમચી મીઠું - પા ચમચી ખાંડ - થોડો લીંબુનો રસ ઉમેરવો. વધેલો મસાલો ઉમેરી પાંચ મિનિટ ધીરા તાપે ચઢવા દેવું. કોથમીર ઉમેરી સર્વ કરવું.