ત્વચાને ચમકીલી કરવા માટે મહિલાઓ વિવિધ ઉપાયો તેમજ બજારમાં મળતા સૌંદર્ય પ્રસાધનો અજમાવતી હોય છે. પરંતુ ચમકીલી ત્વચા મેળવવા માટે સૌંદર્ય પ્રસાધનો કે પછી વિવિધ નુસખા અજમાવતા પહેલા થોડી સારી આદતો પણ અપનાવવી જરૂરી છે.
• પૂરતા પ્રમાણમાં નિંદ્રા લેવીઃ દિવસભર સખત કામ કર્યા પછી પણ મોડી રાતના ઊજાગરા ત્વચા માટે હાનિકારક છે. ઓછામાં ઓછી આઠ કલાકની નિંદ્વા લેવી જરૂરી છે. જો આમ ન થાય તો ત્વચા પર માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર વિપરિત અસર પડે છે.
• પ્રચુરમાત્રામાં પાણી પીવુંઃ પાણીનું સેવન ત્વચાને ગ્લો કરવામાં મદદ કરે છે. પાણી પીવાથી પેશાબ વાટે શરીરમાંની ગંદકી બહાર આવે છે. તેમજ શરીરમાં નવા સેલ્સ બને છે. સ્ટ્રોબેરીના ગરમાં પાણી ભેળવીને પીવાથી કે પછી સ્ટ્રોબેરી જ્યુસ પીવાથી ત્વચાને ફાયદો થાય છે. તેના નિયમિત સેવનથી ચહેરા પરના ડાઘ-ધાબા દૂર થાય છે. તેમજ ત્વચા ચમકીલી બને છે.
• વ્યાયામઃ વ્યાયામથી બોડી શેપમાં આવે છે તેમજ ચહેરા પર ચમક આવે છે. વ્યાયામથી ચહેરો ચમકીલો થવાની સાથેસાથે મન પણ આનંદમાં રહે છે. વ્યાયામ દરમિયાન શરીરમાંથી પરસેવો
બહાર નીકળવાની સાથેસાથે શરીરમાંના ઝેરીલા તત્વો પર બહાર ફેંકાય છે. વ્યાયામથી મૂડ સારો થાય છે.
• યોગઃ સ્કિનને ગ્લો કરવા માટે યોગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યોગ માંસપેશીયોમાં કસાવ લાવીને ત્વચાને નિખારે છે. સાથેસાથે મનને પણ શાંત રાખે છે. મનથી હેલ્ધી ન રહેનારા લોકોનું તન પણ થાકેલું રહે છે તેમજ તેની અસર ત્વચા પર પણ પડે છે. ચહેરા પર ચમક લાવવા માટે ચક્રાસન, સર્વાંગાસન, હલાસાન, શીર્ષાસન અને પ્રાણાયમ છે. આ આસનોથી શરીમાં ઓક્સિજન અને રક્ત સંચાર વધે છે જે ચહેરા પર ચમક લાવે છે.
• સાબુનો ઓછો ઉપયોગઃ શક્ય હોય ત્યાં સુધી સાબુનો ઉપયોગ કરવો નહીં. સામાન્ય રીતે ત્વચાને સાફ કરવા માટે સાબુ જ મહત્વો લાગે છે. પરંતુ શું તમે જાણો છો કે સાબુના વધુ ઉપયોગથી ત્વચાને નુકસાન પહોંચે છે? સાબુમાં રહેલા રસાયણો ત્વચાને નિસ્તેજ બનાવે છે. તેમજ ત્વચામાંના કુદરતી તેલ, મોઇશ્ચરાઇઝરને શોષી લેતા હોવાથી ત્વચાને રૂક્ષ કરે છે. સ્કિનનું પીએચ સ્તર અસંતુલિત થઇ જાય છે અને ત્વચાને હાનિ પહોંચે છે.
• માનસિક તાણથી દૂર રહેવુંઃ માનસિક તાણે એક એવી બીમારી છે, જે બહારથી જોવા મળતી નથી પરંતુ અંદર અંદર વ્યક્તિને તોડી નાખે છે. માસિક સ્તર પરેશાન કરતી આ તાણ સ્વાસ્થયને પણ નુકસાન પહોંચાડે છે. તનાવના કારણે આપણું શરીર કોર્ટિસોલ નામનો એક હોર્મોન છોડે છે, જેથી ત્વચા વધુ માત્રામાં સીબમ છોડે છે. માનસિક તાણ સતાવતી હોય ત્યારે શરીરને શાંત કરવા માટે ઠંડા પાણીથી સ્નાન કરવું જોઇએ.
• રાતના સુતા પહેલા ચહેરો ધોવોઃ રાતના સુતાં પહેલા ચહેરા પરનો મેકઅપ દૂર કરવો જરૂરી છે. આમ ન કરવાથી ચહેરાના રોમછિદ્રોમાં પ્રદૂષણ, મેકઅપ, ધૂળ-કણ ચહેરાની ત્વચાના આંતરિક સ્તર સુધી પહોંચી જાય છે. તેથી સૂતા પહેલા ત્વચાને સ્વચ્છ કરવી જોઇએ.
• મન શાંત રાખવુંઃ નિરાશા અને ક્રોધ એવા કારણ છે જેનાથી ચહેરાની ચમક ઝાંખી થઇ જતી હોય છે.તેથી મનને શાંત રાખવાના પ્રયાસ કરવા. આ માટે ધ્યાન કરી શકાય છે.
• આહારઃ રોજિંદા આહારમાં તળેલી, મસાલેદાર વાનગીઓનું પ્રમાણ ઓછું કરવું. રોજિંદા આહારમાં તાજા ફળ અને તાજી શાકભાજીનો સમાવેશ કરવો. આ ખાદ્યપદાર્થો ત્વચા પર જાદુઇ અસર કરે છે. તેમાં સમાયેલા વિટામિન, પ્રોટીન, મિનરલ્સ વગેરે ત્વચાને લાભ પહોંચાડે છે. મોસમી ફળ અને શાક ખાવાથી ત્વચાને લાભ થાય છે.