ચહેરાને સાફ-સુથરો તથા કાંતિમય બનાવા માટે બ્લીચ એક ઉત્તમ વિકલ્પ છે. બ્લીચ ત્વચાના અવાંછિત વાળને છુપાવવાની સાથેસાથે ત્વચામાં નિખાર પણ લાવે છે. બ્લીચ હાથ, પગ તથા પેટ પર પણ વેક્સિનના વિકલ્પ તરીકે કરાતું હોય છે.
• બ્લીચમાં એમોનિયાની માત્રા નિર્દેશ અનુસાર જ ભેળવવી. એમોનિયનાની વધુ પડતી માત્રા હશે ત્વચાને નુકસાન પહોંચાડશે.
• આંખ પર બ્લીચ ન લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખો. આંખમાં બ્લીચ જવાથી આંખને નુકસાન થઇ શકે છે. આથી આઇબ્રો અને આંખ પર બ્લીચ લગાવવાનું હંમેશા ટાળો.
• બજારમાં વિવિધ કંપનીના બ્લીચ ઉપલબ્ધ છે. નવી કંપનીના બ્લીચને અજમાવતાં પહેલાં ટ્રાયલ તરીકે હાથના કાંડા અથવા કોણી પર નાનકડો પેચ લગાડીને ટેસ્ટ કરી લો.
• બોક્સ પર આપેલી સૂચના મુજબ જ બ્લીચ ક્રીમમાં એમોનિયા ભેળવો.
• ક્રીમ અને પાવડરના આ મિશ્રણને પહેલા કોણી અથવા તો અન્ય સ્થાને ટેસ્ટ કરી લો અને પછી જ ચહેરા પર લગાડો.
• બ્લીચ લગાડયા પછી ત્વચા પર વધુ પડતી બળતરા થાય તો મિશ્રણમાં ક્રીમની માત્રા વધારવી.
• હંમેશા બ્રાન્ડેડ કંપનીનું બ્લીચ વાપરવાનો આગ્રહ રાખો.
• ચહેરા પર ખીલ અથવા તો જખમ હોય તો તે સ્થાન પર બ્લીચ લગાવું જોઇએ નહીં.
• થ્રેડિંગ કર્યા પછી તરત જ બ્લીચ લગાડવાનું ટાળો, નહીં તો લાલ ફોડકી ઉપસી આવવાની શક્યતા છે.
• બ્લીચ લગાડયાના ૧૫ મિનિટ પછી ચહેરો ધોઈ નાખવો.
• બ્લીચને ચહેરા પરથી દૂર કર્યા પછી, ચહેરો સાફ કરીને ચંદન પાવડરને ગુલાબજળમાં ભેળવીને લગાડી દેશો તો બળતરા દૂર થશે અને ત્વચાને ઠંડક મળશે.
• ઠંડા દૂધમાં બળતરાને નાશ કરવાના ગુણ સમાયેલા છે. આથી બ્લીચના કારણે ત્વચા પર બળતરા થતી હોય તો કોટન બોલ વડે ઠંડુ દૂધ ચહેરા પર લગાડો અને થોડી વાર રહેવા દો.
• બટાકાની છાલમાં ત્વચાને ઠંડક આપવાના ગુણ સમાયેલા છે. બ્લીચના કારણે જો બળતરા થતી હોય તો બટાટાની છાલ ચહેરા પર મૂકીને થોડી વાર માટે રહેવા દો અને પછી ચહેરો ધોઇ નાંખો.