નવી દિલ્હીઃ ભારતની 17 વર્ષની ચેરિશા ચંદાએ મિસ ઇકો ટીનનો ખિતાબ જીતનારી પ્રથમ ભારતીય ટીનેજર બનીને ઇતિહાસ સર્જ્યો છે. ઇજિપ્તના માર્કા આલમના કોન્કોર્ડ મોરીન બીચ રિસોર્ટ એન્ડ સ્પા ખાતે યોજાયેલી મિસ ઇકો ટીન ૨૦૨૨ સૌંદર્યસ્પર્ધામાં 2021ની મિસ ઇકો ટીન વિયેતનામની બીલા વુએ ચેરિશાને તાજ પહેરાવ્યો હતો. વિશ્વના આ સૌથી મોટી બ્યુટી કોન્ટેસ્ટમાં 25 દેશની ટીનેજ સુંદરીઓએ ભાગ લીધો હતો. ચેરિશા મિસ ટીન દિવા 2021ની રનર-અપ રહી હતી. મિસ ઇકો ટીન બ્યૂટી કોન્ટેસ્ટ પર્યાવરણ માટેની જાગૃતિને પ્રમોટ કરે છે અને સ્પર્ધાની વિજેતા સાથે મળીને પર્યાવરણલક્ષી વિવિધ પહેલ હાથ ધરે છે.