જૂનાગઢ: બ્રિટિશ લેખિકા જે કે રોલિંગ તેમની બુક ઓનલાઉન લાવ્યાં છે.ફેરી ટેલ ‘ઇકાબોલ’ ઇન્ટરનેટ પર ફ્રીમાં વાંચી શકાય છે. રોલિંગ આના એક પછી એક ચેપ્ટર લખી રહ્યાં છે અને તેની રોયલ્ટી કોરોના પીડિતોની મદદ માટે આપશે.
એક હજાર કોપીથી સફર શરૂ થઇ
તમામ રિજેક્શનનો સામનો કરી ચૂકેલાં આ લેખિકાની બુક ‘હેરી પોટર એન્ડ ધ ફિલોસોફર્સ’ની શરૂમાં માત્ર ૧ હજાર કોપી છપાઇ હતી. હેરી પોટર સિરીઝની બધી જ બુક્સની વેચાયેલી કુલ કોપીઓનો આંકડો ૫૦ કરોડથી વધુ છે. આ સિરીઝની પહેલી બુક માટે તેમને એડવાન્સ પેટે ૧.૫૦૦ પાઉન્ડ મળ્યાં હતા. આજે તેમની નેટવર્થ અંદાજે એક અબજ ડોલર છે. જે વિશ્વમાં સૌથી ધનિક લેખક બનાવે છે.
ગરીબીમાં સરકારના સહારે
જે કે રોલિંગ હેરી પોટર સિરીઝની પહેલી બુક લખતાં હતાં. ત્યારે એડિનબર્ગમાં તેમની બહેનના ઘરે રહેતાં હતાં. તેઓ સરકારની કલ્યાણકારી યોજનાઓની મદદથી જીવતાં હતાં. ધનિક થયા તે પછી એડિનબર્ગમાં જ તેમણે ઘર લીધું. તેમણે સંતાનો માટે ખાસ ટ્રી હાઉસ બનાવડાવ્યું હતું તો જગ્યા કરવા માટે પાડોશીનું ઘર ૧૩ લાખ ડોલરમાં ખરીદીને તોડાવી નાખ્યું હતું.
દાન અને ટેક્સ આપવામાં હંમેશા આગળ
રોલિંગ એક વાત કયારેય ન ભૂલ્યાં કે તેઓ સિંગલ મધર તરીકે જીવતાં હતાં ત્યારે સરકારી મદદ જ તેમને કામ લાગી હતી. તેથી તેઓ પ્રામાણિકતાથી ટેક્સ ચૂકવે છે. તેમણે અત્યાર સુધીમાં કરેલા દાનની કુલ રકમ અંદાજે રૂ. ૧,૧૪૦ કરોડ સુધી પહોંચી ચૂકી છે.