વિન્ટર સિઝન વસ્ત્રો પહેરવા માટે અનેકવિધ ઓપ્શન્સન લઇને આવે છે, જેમાંથી અમુક ટ્રેન્ડી હોય છે. જ્યારે અમુક ક્લાસિક હોવાની સાથે સ્ટાઇલિશ પણ હોય છે. એમાં ટર્ટલનેક સ્વેટરનો પણ સમાવેશ થાય છે. આજકાલ વેસ્ટર્ન વેરને ટ્રેડિશનલ આઉટફિટ સાથે સ્ટાઈલ કરવાનું ચલણ છે. એમાં ખાસ કરીને ટર્ટલનેક ટોપનો સૌથી વધારે ઉપયોગ પણ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની સ્ટાઈલમાં તમે ટ્રેન્ડી દેખાશો. તમે ટર્ટલનેક ટોપને ટ્રેડિશનલ વેર સાથે સ્ટાઇલ કરવા ઈચ્છો છો તો તે પણ કરી શકો છો.
• શરારા સાથે કરો સ્ટાઇલઃ યુનિક સ્ટાઈલ ટ્રાય કરવા ઇચ્છો છો તો શરારાની સાથે ટર્ટલનેક ટોપ કેરી કરી શકો છો. ટર્ટલનેક ટોપની સાથે પ્લાઝો કે હેવી શરારા સ્ટાઈલ કરી શકાય છે. પ્લેન ટર્ટલનેકની સાથે પ્રિન્ટેડ કે મિરર વર્કવાળા શરારા પણ સ્ટાઇલ કરી શકો છો. આ પ્રકારનાં આઉટફિટ સાથે તમે હૂપ એરિંગ્સને ટ્રાય કરશો તો બોલ્ડ લુક મળશે. આ ઉપરાંત આની સાથે તમે સિલ્વર જવેલરીને સ્ટાઇલ કરો.
• લોન્ગ સ્કર્ટ સાથેઃ આજકાલ બ્લેક કલરના ટર્ટલનેક ટ્રેન્ડમાં છે. તેને હેવી લહેંગાની સાથે સ્ટાઇલ કરવાથી યુનિક લુક મળશે. કોઇ પાર્ટી કે ફંક્શન માટે સિલ્વર ફેબ્રિક લહેંગા સ્કર્ટ બનાવડાવી શકો છો. આ પ્રકારના સ્કર્ટને સ્ટાઈલ કરવા તમે સ્ટ્રેટ એરિંગ્સને પસંદ કરી શકો છો. સાથે લહેંગા સ્કર્ટને સ્ટાઇલિશ લુક આપવા સાઇડમાં દોરી લગાવીને હેવી લટકણને સ્ટાઈલ કરી શકો છો.
• સાડી સાથે કરો સ્ટાઇલઃ સાડીની સાથે ટર્ટલનેક ટોપને સ્ટાઇલ કરવાનું ચલણ હાલમાં વધ્યું છે. સાડી માટે તમે પ્રિન્ટેડ, સાટિન કે સિલ્ક ફેબ્રિકને પસંદ કરી શકો છો. આ પ્રકારની સાડી સાથે ક્લચ જરૂર સ્ટાઇલ કરો. આ કોમ્બિનેશન માટે પ્લેન અને સિમ્પલ સાડીને જ કેરી કરો.
• મિકસ એન્ડ મેચ લુકઃ ફિટેડ ટર્ટલનેક ટીશર્ટ કે સ્વેટરને પાર્ટી લુક આપવા માટે ડેનિમ પેન્ટ સાથે ટર્ટલનેક સ્વેટર અને ઉપરથી શિયર જેકેટ કે સ્કાર્ફ પેર કરીને તમારા લુકને પાર્ટી લુક ટચ આપી શકો છો. ટર્ટલનેક ટીશર્ટ સાથે સ્કિન ટાઈટ જિન્સ અથવા બોલ બેટમ પણ ટ્રાય કરી શકો. શિયર જેકેટને બદલે ડેનિમ જેક્ટ પણ કેરી કરી શકો છો.
• ટ્રાવેલ લુકઃ વિન્ટર ટ્રાવેલિંગ વેળા પણ તમે ટર્ટલનેક સ્વેટરને સ્ટાઇલ કરી શકો છો. જેમ કે, તમારા લૂઝ ટર્ટલનેક બેગી સ્વેટરને ફિટેડ જિન્સ કે ટ્રાઉઝર સાથે પેર કરો. સાથે સ્પોર્ટ્સ શૂઝ સ્ટાઇલ કરો.
• પાર્ટી પેન્ટ્સ સાથેઃ ગર્લ ગેંગ સાથે વિન્ટર આઉટિંગ પર જવાનું હોય કે પાર્ટી એન્જોય કરવાની હોય, વ્હાઈટ ક્રોપ ટોપ ટર્ટલનેકને લેટેસ્ટ પેન્ટ કે સ્કર્ટ સાથે પેર કરો, સ્ટાઇલિશ લુક મેળવવા લેધર શૂઝ સ્ટાઈલ કરો. પાર્ટી લુક માટે શિમરી પેન્ટ અને ઓવરસાઈઝ લોન્ગ કોટ સાથે લુકને પાર્ટી માટે રેડી કરો.