મોસમ કોઈ પણ હોય યુવતીઓ માટે કેપરી એ આરામદાયક પરિધાન રહે છે. દરેક પ્રસંગે કે જગાએ સાડી કે સૂટ પહેરવામાં યુવતીઓ કે સ્ત્રીઓ કમ્ફર્ટેબલ હોતી નથી ત્યારે કેપરી તેમના વસ્ત્રોમાં શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. ત્યાં સુધી કે ઓફિસમાં પણ ટોપ – ટ્યુનિકનાં યોગ્ય કોમ્બિનેશનથી કેપરી પહેરી શકાય છે.
કેપરી સાથે કોમ્બિનેશન
‘રફ એન્ડ ટફ’ એવો પોષાક કેપરી ટી-શર્ટ, ટોપ ટ્યુનિક, ક્રોપ ટોપ, શોર્ટ શર્ટ, રેગ્યુલર શર્ટ કે કુર્તી સાથે પહેરી શકાય છે. આજકાલ કેપરીમાં પણ ઘણી વેરાઇટીઝ ઉપલબ્ધ છે. સારી ટકાઉ કેપરી જીન્સથી લઈને સ્ટ્રેચેબલ મટીરિયલમાં બજારમાં મળે છે. કેપરી આમ પણ અનુકૂળ પહેરવેશ છે અને ઘણા કલરમાં ઉપલબ્ધ હોય છે તેથી તેનું મેચિંગ આઉટફિટ સાથે કોમ્બિનેશન શક્ય બને છે. ઘૂંટણથી થોડીક જ નીચી એવી કેપરી કોઈ પણ સાઈઝ ધરાવતી મહિલાઓને સારી લાગે છે અને મહિલાઓને તેમની સાઈઝ પ્રમાણે તે બજારમાં કે ઓનલાઈન મળી પણ જાય છે.
યુવતીઓની પસંદ
ગર્લ્સ કેપરી પહેરવાની વધુ પસંદ કરે છે. તેનું કારણ એ છે કે જીન્સની જેમ જ તેનો ઉપયોગ કરી શકાય છે અને વિવિધ ટોપ ટ્યુનિક સાથે કોમ્બિનેશન કરીને તે પહેરી શકાય છે. હવે તો કેપરી ટાઇપમાં લેગિન્સ પણ મળી રહે છે. લેગિન્સ જેવા કોટન કે લાયેક્રા મટીરિયલમાં મળતી કેપરીનું કાપડ પાતળું હોવાથી તે લોંગ કુર્તા નીચ પણ પહેરી શકાય છે.
ડિઝાઈનર વેર
જીન્સ, કોટન, લાયેક્રા, વુલન મટીરિયલમાં પ્લેન કે ડિઝાઈનવાળી કેપરી મળી રહે છે.
યુવતીઓ ખાસ કરીને ટ્રાઈબલ પ્રિન્ટ અને ફ્લોરલ પ્રિન્ટ કેપરીમાં વધુ પસંદ કરે છે. હેરમ ટાઈપ કેપરીમાં આ ડિઝાઈન ઇન ડિમાન્ડ છે.