ન્યૂ મેકઅપ લુક્સથી તમે તમારા લુકને નખારી શકો છો, તમારા ચહેરાને ચાર ચાંદ લગાવી શકો છે. બસ, આ માટે તમને મેકઅપની યોગ્ય ટેક્નિક ખબર હોવી જોઇએ. પ્રસંગ કોઇ પણ હોય, સુંદર દેખાવ માટે ન્યૂ મેકઅપ લુક્સને ટ્રાય કરો અને બની જાવ ટ્રેન્ડસેટર. તમે ઘરેબેઠાં આ કઇ રીતે કરી શકો છો? મેકઅપ કરતી વખતે કન્સીલર, ફાઉન્ડેશન અને કોમ્પેક્ટ પાઉડર જે રીતે લગાવીએ છીએ એ રીતે બેઝ મેકઅપ કરી લ્યો. આ પછી આ ન્યૂ મેકઅપને ટ્રાય કરવાનો છે.
પિંક લિપ મેકઅપઃ સૌથી પહેલાં અપર અને લોઅર લેશ લાઈન્સ પર થિક આઇલાઇનર લગાવો. આ પછી કાજલ અને મસ્કરા લગાવીને આઈ મેકઅપ કમ્પ્લીટ કરો. ચીક્સ ઉપર સોફ્ટ પિંક કલરનું બ્લશ એપ્લાય કરો. લિપ મેકઅપ કરવા કેન્ડી પિંક લિપ કલર લિપસ્ટિક લગાવીને તમારા લિપ મેકઅપને હાઇલાઇટ કરો. હેર સ્ટાઇલમાં લો પોનીટેલ બનાવીને વાળની ચોટલી વાળો. તમારા લુકને સ્ટાઇલિશ બનાવવા માટે ઓરેન્જ કે રેડ જેવા ડાર્ક કલરની નેઇલ પોલિશ લગાવો. આ રીતે પિંક લિપ મેકઅપને કમ્પ્લીટ કરો.
એકવા આઇ મેકઅપઃ સૌથી પહેલાં આઈ મેકઅપની વાત કરીએ તો આઇ લિડસ પર એક્વા બ્લૂ આઇશેડની થિક લાઇન એપ્લાય કરો. ડ્રામેટિક લુક માટે આગળ સુધી એક્સટેન્ડ કરો. આઇ મેકઅપ કમ્પ્લીટ કરવા મસ્કરા લગાવો. હવે ગાલ પરના બ્લશરની વાત કરીએ તો ગાલ ઉપર રોઝ પિંક શેડ બ્લશ એપ્લાય કરો. હોઠને આકર્ષક લુક આપવા હોઠ ઉપર કોરલ રેડ લિપ કલર એપ્લાય કરો. હેર સ્ટાઈલમાં હાઈ પોનીટેલ બનાવો અને વાળનો નાનકડો ભાગ લઈને પોનીટેલ પર ફેરવી પિનઅપ કરી લો. સોફ્ટ બેઝ કલરની નેઈલ પોલિશ આ લુક માટે પરફેક્ટ છે.
સ્મોકી આઇ મેકઅપઃ આઈ મેકઅપ કરતી વખતે આઇલિડ પર ડાર્ક ગ્રે આઈશેડ લગાવો. વધારે સ્મોકી લુક માટે ગ્રેની ઉપર બ્લેક આઇશેડ લગાવીને સારી રીતે બ્લેન્ડ કરી લો. પછી ગ્લિટરી આઇશેડ લગાવીને બ્લેન્ડ કરો. છેલ્લે કાજલ લગાવો. આ લુક સાથે લાઇટ પિંક કલરનું બ્લશ ચીક ઉપર એપ્લાય કરો. લિપ મેકઅપમાં સોફ્ટ પિંક કલરની લિપસ્ટિક લગાવો. હેર સ્ટાઈલની વાત કરીએ તો હેર સ્ટાઇલમાં વાળને બ્રાઉન્સી લુક આપીને ખુલ્લા રાખો. આ લુક સાથે ડાર્ક કલરની નેઇલ પોલિશ વધુ આકર્ષક લાગશે.
નેચરલ મેકઅપઃ આ લુક માટે તમારે મેકઅપની કોઈ જરૂર નથી. ફક્ત આઇ લેશીઝ ઉપર મસ્કરાનો હળવો કોટ લગાવો. તમારા ગાલને સોફ્ટ લુક આપવા માટે પિંક બ્લશ એપ્લાય કરો. આ લુક માટે ન્યૂડ લિપ મેકઅપ બેસ્ટ છે. એ માટે બેઝ કલરની લિપસ્ટિક લગાવો અને આઉટફિટ સાથે મેચ થાય એવી નેઇલ પોલિશ ટ્રાય કરો. હેરમાં મેસી બન આ લુક માટે પરફેક્ટ છે.