આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રીઃ ચાર કપ ફુલ ફેટ દૂધ • અડધો કપ સાકર • અડધો કપ બદામ • અડધો કપ કાજુ • અડધો કપ પિસ્તાં • બે ટેબલસ્પૂન શક્કરટેટીનાં બી • 10 નંગ કાળાં મરી • બે ટેબલસ્પૂન વરિયાળી • એક ટુકડો તજ • દોઢ ટેબલસ્પૂન ખસખસ • આઠ નંગ ઇલાયચી • બે ટેબલસ્પૂન ગુલાબની પાંખડી • અડધી ટીસ્પૂન કેસર • એક ટેબલસ્પૂન હૂંફાળું દૂધ • ગાર્નિશ માટેઃ ચાર ટીસ્પૂન બારીક સમારેલાં પિસ્તાં - કેસર તાંતણા
રીતઃ ઠંડાઈ બનાવવા એક બાઉલમાં કેસર અને એક ટેબલસ્પૂન હૂંફાળું દૂધ ભેગું કરો અને બાજુ પર રાખો. એક ઊંડા નોનસ્ટિક પેન અથવા સોસ પેનમાં દૂધ અને સાકરને ઉકાળો. દૂધને ઠંડું થવા સુધી રેફ્રિજરેટ કરો. બાજુ પર રાખો. એક ઊંડા બાઉલમાં બદામ, કાજુ, પિસ્તાં, શક્કરટેટીનાં બી, કાળાં મરી, વરિયાળી, તજ, ખસખસ, એલચી, ગુલાબની પાંખડીઓ અને પાણી ઉમેરી ઓછામાં ઓછા બે કલાક પલાળો. સારી રીતે ગાળી લો. પલાળેલા પાણીને ફેંકશો નહીં. પલાળેલા પાણીનો ઉપયોગ કરીને મિક્સરમાં તેને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો. ઠંડું દૂધ, તૈયાર પેસ્ટ અને કેસર દૂધનું મિશ્રણ એક મોટા મિક્સર જારમાં ભેગું કરો અને સુંવાળું થાય ત્યાં સુધી પીસી લો. સ્ટ્રેનરનો ઉપયોગ કરીને ગાળી લો. સરખા ગ્લાસમાં સમાન પ્રમાણમાં ઠંડાઇ ભરો. એની ઉપર પિસ્તાં અને કેસર વડે ગાર્નિશ કરી પીરસો.