વધારે ઠંડીથી બચવા માટે ક્વિલ્ટેડ જેકેટ બેસ્ટ ઓપ્શન છે. આ જેકેટ ઠંડીથી બચાવવાની સાથે સાથે એક સ્ટાઇલિશ અને એલિગન્ટ લુક આપે છે. સામાન્ય જેકેટની સરખામણીમાં આ જેકેટ થોડું વધારે હેવી હોય છે. મોટા ભાગના ક્વિલ્ટેડ જેકેટ્સમાં તમને હુડી મળી જાય છે, હુડી ઉપરાંત તેનાં પોકેટ્સ પણ બહુ મોટાં હોય છે. કોલેજ ગોઇંગ ગર્લ્સ, વર્કિંગ વુમન ક્વિલ્ટેડ જેકેટનો ઉપયોગ કરી શકે છે.
• બોમ્બર જેકેટઃ ઓલટાઇમ ફેવરિટ જેકેટમાં બોમ્બર જેકેટનો સમાવેશ થાય છે. આ જેકેટને તમે તમારી જરૂરિયાત મુજબ સ્ટાઇલ કરી શકો છો. આ જેકેટ તમને કેઝ્યુઅલ લુક પણ આપે છે. આ પ્રકારનાં જેકેટ્સને તમે જિન્સ અથવા ટ્રાઉઝર સાથે સ્ટાઇલ કરી શકો છો. બોમ્બર જેકેટ્સમાં સોલિડ કલર સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. આ પ્રકારનાં જેકેટમાં તમને એલિગન્ટ લુક મળે છે.
• ડેનિમ જેકેટઃ ટીનએજર અને કૉલેજ ગોઇંગ ગર્લના વોર્ડરોબમાં ડેનિમ જેકેટ જરૂર હોવું જોઇએ. આ જેકેટની ખાસ વાત એ છે કે એને વેસ્ટર્ન અને ટ્રેડિશનલ બંને પ્રકારના ડ્રેસની સાથે પહેરી શકો છે. સ્ટાઇલિશ હોવાની સાથે સાથે ગુલાબી ઠંડીમાં ડેનિમ જેકેટ ઉત્તમ ઓપ્શન છે.
• ફર જેકેટઃ ફર જેકેટ મુલાયમ અને ગરમ હોય છે. આ પ્રકારનાં જેકેટ્સમાં કમ્ફર્ટનેસ મહેસૂસ થાય છે. તમે કોઈ પણ રેગ્યુલર ડ્રેસની સાથે ફર જેકેટને સ્ટાઇલ કરી શકો છો. કેઝ્યુઅલ લુક માટે આ જેકેટ એક સારો ઓપ્શન છે. જે તમને આરામની સાથેસાથે એક સ્ટાઇલિશ લુક પણ આપશે.
• સ્વેટ જેકેટ્સઃ ડેઇલી વેર માટે સ્વેટ જેકેટ બહુ કમ્ફર્ટેબલ હોય છે. આ જેકેટને ઘરમાં, જિમમાં, કોલેજમાં ગમેત્યાં સરળતાથી સ્ટાઇલ કરી શકો છો. કેઝ્યુઅલ આઉટિંગ્સ માટે પણ જેકેટ કૂલ ઓપ્શન છે. રેગ્યુલર દિવસોમાં તમે ટી શર્ટ પહેલીને સ્વેટ જેકેટ્સને સ્ટાઇલ કરો.
• પ્રિન્ટેડ જેકેટઃ આજકાલ પ્રિન્ટેડ જેકેટ્સ ટ્રેન્ડમાં છે. આ જેકેટ્સ તમને અલગ અલગ પ્રિન્ટમાં બહુ સરળતાથી મળી જશે. પ્રિન્ટેડ જેકેટને તમે પ્લેન શર્ટ કે પ્લેન ડ્રેસની સાથે સ્ટાઇલ કરી શકો છો. બ્લેક કલરના આઉટફિટની સાથે પ્રિન્ટેડ જેકેટ્સ જોવામાં પણ વધારે સ્ટાઇલિશ લાગે છે.
• પફર જેકેટઃ આ જેકેટ ગરમ અને સ્ટાઇલિશ હોય છે. તેને પહેરીને ઠંડીથી બચી શકાય છે. આ સિઝનમાં જો તમે કોઇ ઠંડી જગ્યા એટલે કે હિલ સ્ટેશન પર જવાનું વિચારી રહ્યાં છો તો, પફર જેકેટ જરૂર લઇને જાવ. આ જેકેટ આરામદાક હોય છે.