ડેન્માર્કનાં દાદીમાએ 111મો જન્મદિન ઉજવ્યો

Saturday 29th March 2025 05:43 EDT
 
 

ડેનમાર્કનાં સૌથી વૃદ્ધ મહિલાએ વીતેલા સપ્તાહે 10 માર્ચે તેમનો 111મો જન્મદિવસ ઉલ્લેસભેર મનાવ્યો હતો. ક્રિસ્ટન શ્વાલ્બે નામનાં આ દાદીમાનો જન્મ 10 માર્ચ 1914ના રોજ ડેનમાર્કના મિડટજિલેન્ડના સ્ટુઅરમાં થયો હતો. તેમના લગ્ન 1938માં થયા હતા. તેમને પરિવારમાં ત્રણ પુત્રીઓ છે. તેમના પતિનું 1981માં મૃત્યુ થયું હતું. તેમના બે ભાઈ-બહેનો 100 અને 103 વર્ષ જીવ્યા હતા. 104 વર્ષની ઉંમરે ક્રિસ્ટનને હૃદયની સમસ્યા થતાં તેમને પેસમેકર મૂકવામાં આવ્યું હતું. બસ, આ સિવાય તેમને કોઇ બીમારી નથી. વીતેલા સોમવારે વંશજોથી ઘેરાયેલા ક્રિસ્ટનની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ઘણા યુઝર્સે કહ્યું કે, પોતાની નજર સામે પરિવારની પેઢીઓને આગળ વધતી જોવાનો આનંદ જ અલગ હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter