તણાવભર્યા અને વ્યસ્ત જીવનથી મહિલાઓ પ્રેગ્નન્ટ નથી થઈ શકતી: સંશોધન

Monday 01st August 2016 09:20 EDT
 
 

ન્યૂ યોર્ક: યુએસમાં મહિલાઓના સગર્ભા થવા બાબતે થયેલા એક સંશોધનમાં દાવો કરાયો છે કે તણાવભરી અને વ્યસ્ત જીવનશૈલી મહિલાઓની પ્રેગ્નન્સીને અસરકર્તા સાબિત થાય છે. વધુ પડતા સ્ટ્રેસને કારણે સીધી અસર મહિલાઓના પિરિયડની સાયકલ પર પડે છે. આ સંશોધન યુએસની હાર્લે સ્ટ્રીટ ફર્ટિલિટી ક્લિનિક દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

યુએસમાં રહેતા મૂળ ભારતીય ડોક્ટર ગીતા વેન્કટ આ સંશોધનના ભાગ હતા તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે મહિલાઓની જીવનશૈલી બદલાઈ રહી છે. મહિલાઓ વધુ સ્ટ્રેસફુલ લાઇફ જીવી રહી છે જેને પગલે તેમનામાં પ્રેગ્નન્સીની શક્યતાઓ ઘટી જાય છે. ખાસ કરીને લાંબો સમય સુધી જોબ કરવી એ મહિલાઓ માટે જોખમી સાબિત થઇ શકે છે. આ ઉપરાંત નાણાકીય આવકને લઇને પણ મહિલાઓ ચિંતિત રહેતી હોય છે, ખાસ કરીને કોર્પોરેટ સેક્ટર સાથે સંકળાયેલી મહિલાઓમાં આ સ્ટ્રેસ વધુ જોવા મળે છે જેને પગલે સેક્સલાઇફ અનિયમિત થઇ જાય છે અને પિરિયડ સાઇકલ પર તેની અસર થાય છે. આમ થવાથી પ્રેગ્નન્સીની શક્યતાઓ ઘટી જાય છે. ઉલ્લેખનીય છે કે ગર્ભ ન રહે તો તેના માટે માત્ર મહિલા જ જવાબદાર નહીં પુરુષો પણ એટલા જ જવાબદાર હોય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter