કોઇ પણ લુકને પૂર્ણ કરવામાં સૌથી મોટો હાથ એક્સેસરીઝનો હોય છે. ભલે ગમેતેટલાં કિંમતી વસ્ત્રો પહેર્યા હોય, ગમેતેટલો સારો મેકઅપ કર્યો હોય, પરંતુ જો એક્સેસરીઝની પસંદગી યોગ્ય નહીં હોય તો લુકમાં જાણે કંઇક મિસિંગ લાગશે. મહિલાઓની મનપસંદ એક્સેસરીઝમાં પણ સૌથી પહેલી પસંદ એરિંગ્સની હોય છે. આઉટફિટ વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન, એરિંગ્સ સૌથી સેફ ઓપ્શન લાગે છે. ખાસ તો ભારતીય વસ્ત્ર પરિધાન સાથે લોંગ એરિંગ્સ ગ્રેસફૂલ લુક આપશે.
• ડ્રોપ એરિંગ્સઃ આ પ્રકારના એરિંગ્સ સ્ટડથી થોડાંક લાંબા હોય છે અને ઇયર-લોબથી થોડાક નીચે ડ્રોપ હોય છે. એના બેઝમાં જેમ સ્ટોન્સ વગેરે લગાવવામાં આવે છે. તમારા વ્યક્તિત્વને સ્ટનિંગ લુક આપવા માટે ડ્રોપ એરિંગ્સ બેસ્ટ છે. ડ્રોપ એરિંગ્સને સ્ટાઇલ કરવા માટે ઓપ્શનની કોઇ કમી નથી. તમે એને ફ્લોરલ ડ્રેસ સાથે સોલિડ જંપસૂટ કે ગાઉન સાથે પેયર કરી શકો છો. ડ્રોપ એરિંગ્સ સાથે દરેક હેર સ્ટાઇલ સારી લાગે છે.
• શોલ્ડર ટચ એરિંગ્સઃ લોંગ એરિંગ્સને સ્ટેટમેન્ટ લુકમાં કેરી કરવા ઇચ્છો છો તો આનાથી વધુ સારો કોઇ વિકલ્પ હોય શકે નહીં. સ્ટનિંગ લુક માટે બિગ લેન્થ સિલેક્ટ કરી શકો છો. શોલ્ડર ટચ લોંગ એરિંગ્સમાં તમને ડિફરન્ટ કલર તથા પેટર્ન સરળતાથી મળી જશે. હંમેશા યાદ રાખો કે જ્યારે પણ શોલ્ડર ટચ એરિંગ્સ પહેરો ત્યારે નેકપીસ પહેરવાનું અવોઇડ કરો.
• મલ્ટિકલર લોંગ એરિંગ્સઃ લોંગ એરિંગ્સમાં વિવિધ કલર્સ અવેલેબલ છે. તમે તમારી સ્ટાઇલને પોપ કલર આપવા ઇચ્છો છો અથવા તમારા લુકને રિફ્રેશ કરવા ઇચ્છો છો તો મલ્ટિકલર ડ્રોપ એરિંગ્સ પહેરો. તમે તમારા એરિંગ્સને ટોપની સાથે મેચ કરી શકો છો. મલ્ટિકલર લોંગ એરિંગ્સથી ડિફરન્ટ લુક મળશે અને તમારો ચહેરો નિખરશે.
• ડેન્ગલ એરિંગ્સઃ ડ્રોપ એરિંગ્સની જેમ ડેન્ગલ એરિંગ્સ પણ ઇયર-લોબની નીચે લટકે છે. જોકે, ડેન્ગલ્ડ એરિંગ્સમાં સામાન્ય કરતાં વધારે જટિલ ડિઝાઇન હોય છે. એનું મૂવમેન્ટ પણ ડ્રોપ એરિંગ્સની સરખામણીમાં વધારે થાય છે. ડેન્ગલમાં શોર્ટથી લઇને લોંગ એરિંગ્સ ઉપલબ્ધ છે. ડેન્ગલ્ડ એરિંગ્સ પહેરવાથી ચહેરો લાંબો દેખાય છે અને દરેક પ્રકારના ફેસ શેપ પર સારી લાગે છે. જેમની ગરદન શોર્ટ છે તેઓ આ પ્રકારની એરિંગ્સ પહેરીને ગરદનને લાંબી દેખાડી શકે છે.
• શેંડલિયર એરિંગ્સઃ શેંડલિયરનો મતલબ ઝૂમર થાય છે અને આ એરિંગ્સ પણ આ પ્રકારના આકારથી ઇન્સ્પાયર્ડ છે. આ એરિંગ્સ ઉપરની તરફ એક નાનકડા સ્ટડથી શરૂ થાય છે અને નીચે તરફ જતાં જતાં પહોળાં થતાં જાય છે. એમાં તમને ઇન્ડિયન અને વેસ્ટર્ન વર્ઝન બંને મળી જશે. કુંદનથી લઇને પોલ્કી અને સિલ્વરથી લઇને ઓક્સોડાઇઝમાં લોંગ એરિંગ્સ સરળતાથી મળી જાય છે. તેને તમે ઇન્ડિયન અને વેસ્ટર્ન વેર સાથે મેચ કરી શકો છો. એમાં ઘણાં ઓપ્શન્સ ઉપલબ્ધ છે.