આજકાલ બજારમાં અનેક પ્રકારની જ્વેલરી મળે છે. મેચિંગ જ્વેલરી પણ ખૂબ જ સરળતાથી મળી રહે છે. જ્વેલરી માર્કેટમાં દિવસ જાય એમ અનેક પ્રકારની વેરાયટી નવી આવતી હોય છે. જોકે દરેક જ્વેલરી કોઈ સંસ્કૃતિને ઉજાગર કરતી હોય છે. જે દરેક પ્રકારના આઉટફિટ પર પહેરી શકતા નથી. આમ, અમુક જ્વેલરી તમે ટ્રેડિશનલ ડ્રેસ પર પહેરી શકો અથવા તો વેસ્ટર્ન આઉટફિટ પર. બહુ ઓછી જ્વેલરી એવી હોય છે જે તમે બન્ને ડ્રેસ પર પહેરી શકો છો. જોકે આઉટફિટ કોઈ પણ હોય કે પ્રસંગ કોઈ પણ હોય પામ બ્રેસલેટ કે જ્વેલરી ગમે તે ડ્રેસ કે ગમે તે પ્રસંગે પહેરી શકાય છે. આજે અહીં આ પ્રકારની જ્વેલરી વિશે જણાવીશું. જેને તમે કોઇ પણ પ્રકારના આઉટફિટ પર પહેરી શકો છો.
હાથની શોભા
પામ બ્રેસલેટ એટલે પામ – હથેળી પર પહેરવાનું બ્રેસલેટ. પામ બ્રેસલેટને તમે તમારી જ્વેલરીમાં ઉમેરી શકો છો અને પ્રસંગમાં સેન્ટર ઓફ એટ્રેક્શન બની શકો છો. પામ બ્રેસલેટ તમારા હાથને બહુ હેવી લુક નથી આપતું, પણ તમારા હાથને બધા કરતાં અલગ જરૂર પાડે છે. જો તમે પામ બ્રેસલેટની યોગ્ય રીતે પસંદગી કરો છો તો તે તમારા હાથની શોભા વધારી દે છે અને તે દેખાવમાં પણ એકદમ સુંદર લાગે છે. હથેળી પર પહેરવાના આ બ્રેસલેટની નીતનવી ડિઝાઈન તમને બજારમાં મળી શકે છે. તમે આ તમારા માપ પ્રમાણે ઘડાવી પણ શકો છો.
આધુનિક ઘરેણું
પામ બ્રેસલેટને જ્વેલરી માર્કેટમાં આવ્યે બહુ વધુ વર્ષો વીત્યાં નથી. પામ બ્રેસલેટ ટૂ-ઇન-વન છે. એ તમને જેટલો સારો લુકગાઉન, વનપીસ, સ્કર્ટ, પ્લાઝો પર આપે છે એટલો જ સાડી, ડ્રેસિસ પર પણ સ્માર્ટલુક આપે છે. પામ જ્વેલરીને તમે ફ્યુઝન જ્વેલરી પણ કહી શકો છો.
પામ બ્રેસલેટ બધી જ ઉંમરના લોકો પહેરી શકે છે. યંગસ્ટરથી લઈને મિડલ-એજ સુધીના લોકો પામ બ્રેસલેટ પહેરીને પોતાનો શોખ પૂરો કરી શકે છે. પામ બ્રેસલેટ ફ્રી સાઇઝનાં હોય છે.
નીતનવા આકાર
પામ બ્રેસલેટમાં તમને લીફ, ફ્લાવર, સ્ટાર, ફેધર, બટરફ્લાયની ડિઝાઇન, ડ્રેગન, સ્નેક જેવી ડિઝાઇન્સ જોવા મળે છે. બીજી લીફની ડિઝાઇનમાં એક સાથે તમને ઘણાં બધાં લીફ જોવા મળે છે.
સસ્તાથી મોંઘા
દોરીને ટાઈટ રીતે ગૂંથીને બનાવેલા પામ બ્રેસલેટથી માંડીને સોનાનાં મોંઘા પામ બ્રેસલેટ બજારમાં મળે છે. સ્પશ્યલી હીરાજડિત પામ બ્રેસલેટ પાર્ટી કે પ્રસંગે પહેરેલા હાથ ખૂબ જ સોહામણા લાગે છે. પામ બ્રેસલેટની ખાસિયત એ છે કે તે દરેક વર્ગમાંથી આવતી યુવતીઓ અને મહિલાઓને પરવડે તેવી કિંમતના પણ મળી રહે છે.
વધુ વિકલ્પ
પામ બ્રેસલેટ માટે ઘણા વિકલ્પો માર્કેટમાં ઉપલબ્ધ છે. ડાયમન્ડવાળા પામ બ્રેસલેટની વિવિધ ડિઝાઈન્સ બજારમાં મળે પણ મળે છે. એન્ટિક લુક જોઈતો હોય તો ઓક્સીડાઈઝ્ડ પામ બ્રેસલેટ એન્ટિક લુક આપે છે તે માર્કેટમાં તૈયાર પણ મળે છે અને તમે ઘડાવી પણ શકો છો. માર્કેટમાં ફ્રી સાઈઝના પામ બ્રેસલેટ પણ મળે છે. જેને તમે તમારી હથેળીના હિસાબે એડ્જસ્ટ કરી શકો છો. પામ બ્રેસલેટ તમને મેટલમાં જોવા મળશે જેમાં ગોલ્ડ મેટલ સૌથી વધુ ટ્રેન્ડમાં છે. આ સિવાય સિલ્વર અને ક્રિસ્ટલમાં પણ જોવા મળે છે. પામ બ્રેસલેટમાં વિવિધ રંગના સ્ટોનવાળા પામ બ્રેસલેટ પણ જોવા મળે છે.
વિવિધ ડિઝાઈન્સ
પામ બ્રેસલેટની પેટર્નની વાત કરીએ તો એવી ડિઝાઇન વધારે ચાલે છે જે તમારી આખી હથેળીને કવર કરે છે. આ સિવાય પામ બ્રેસલેટમાં એવી પેટર્ન પણ છે જે તમારી હથેળીને માત્ર બે બાજુથી કવર કરે છે. બીજાં પામ બ્રેસલેટ એવાં પણ છે જેમાં રિન્ગ પણ હોય છે. એમાં એક આંગળીથી લઈને ત્રણ આંગળીનાં પણ હોય છે. પામ બ્રેસલેટની ડિઝાઇન પણ એના જેવી જ સ્માર્ટ છે.