ચેન્નાઇઃ તામિલનાડુનાં નર્સ કથિઝા બીબીએ અનોખો વિક્રમ નોંધાવ્યો છે. ગયા મહિના નિવૃત્ત થયેલાં કથિઝા બીબીએ 33 વર્ષની કારકિર્દીમાં 10 મહિલાઓની પ્રસૂતિ કરાવી છે, અને એક પણ કેસમાં નવજાત કે માતાનું મૃત્યુ થયું નથી.
પોતાની કારકિર્દીના પ્રારંભ અંગે કથિઝા બીબી કહે છે કે, મારા માતા નર્સ હતાં જેના કારણે બાળપણમાં રમકડાં સાથે ઓછી અને સિરિન્જ સાથે વધારે રમી છું. હોસ્પિટલમાં વારંવાર જવાનાં કારણે ત્યાંની દુર્ગંધ તો ક્યારેય અનુભવી જ નહોતી. હું એ પણ જોતી હતી કે જ્યારે પણ મારાં માતા કોઇ ગ્રામીણ મહિલાની કાળજી લેતાં હતાં ત્યારે હું એ પણ જોતી હતી કે તેઓ દર્દીનો કેટલો આદર કરતાં હતાં. આ બધું જોઇજોઇને જ મને એક નર્સ બનવા માટેની પ્રેરણા મળી હતી.
સૌથી નોંધ લેવા જેવી બાબત એ છે કે, પોતાની 33 વર્ષ લાંબી કેરિયરમાં 10 હજાર કરતાં વધારે માતાઓની ડિલિવરી કરાવી છે. આ દરમિયાન તેમના હાથે 50 ટ્વિન્સ અને એક વખત ટ્રિપલેટના જન્મ પણ થયા છે. જોકે ખાસ બાબત એ છે કે, તેમની સમગ્ર કેરિયરમાં ડિલિવરી કરાવતી વખતે કોઇ પણ બાળક અથવા તો માતાનું મૃત્યુ થયું નથી.